ડાકોર : સસરા અને વહુના સંબંધને લજવતો કિસ્સો ! વહુ સાથે શરીર સંબંધ બાંધવાના સસરા આપતા પૈસા, પણ 2 લાખ માટે વહુએ ખેલ્યો ખૂની ખેલ

અરર છી છી…ડાકોરમાં વહુ સસરા સાથે રંગરેઇલયા મનાવતી, સસરો પૈસા પણ આપતો, એક કાંડ થયો ને વહુએ સસરાને પતાવી દીધી- વાંચો આખી ઘટના

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે, કેટલીકવાર તો આવા મામલામાં આડા સંબંધો પણ કારણભૂત હોય છે. ત્યારે હાલમાં ડાકોરમાં જન્માષ્ટમી પહેલાં એક સનસની હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક મકાનમાંથી 75 વર્ષીય વૃદ્ધની લાશ મળી આવી હતી. આ મામલે પીએમ રિપોર્ટમાં કોઝ ઓફ ડેથ આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો અને પહેલા પોલિસને પુત્રવધુ પર શંકા ગઇ.

પુત્રવધુના હતા સસરા સાથે આડાસંબંધ
ત્યારે આ મામલે પુત્રવધુની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો. વહુના પોતાના જ સસરા સાથે આડાસંબંધ હતા અને તેને પરદેશ જવાની ઈચ્છા હતી, તેએટલે તેણે સસરા પાસે બે લાખ માંગ્યા પણ સસરાએ ના આપતા તેણે હત્યાને અંજામ આપ્યો હતો. ડાકોર ભગતજીનમાં રહેતા 75 વર્ષિય જગદીશચંદ્ર શર્મા જન્માષ્ટમી પહેલા બે દિવસથી લાપતા થયા હતા.

વિદેશ જવાની લાલચમાં કરી સસરાની હત્યા
આ વચ્ચે 6 સપ્ટેમ્બરના રોજ તેમનો મૃતદેહ ડીકંપોઝ થયેલી હાલતમાં તેમના મકાનના રૂમમાંથી મળી આવ્યો. જે પછી ડાકોર પોલીસે પહેલા અપમૃત્યુનો અને પછી બાદમાં હત્યાનો ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી. ત્યારે આ હત્યાની ઘટનામાં નાની પુત્રવધુ મનીષાની અટકાયત કરી પુછપરછ કરવામાં આવી અને સામે આવ્યુ કે તેના અને મૃતક વચ્ચે આડા સંબંધો હતા અને જગદીશચંદ્ર નાનીપુત્ર વધૂને આર્થિક સહાય પણ કરતો.

પોલિસ સામે પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા
ત્યારે આ દરમિયાન આરોપી મનીષા ફેસબુક દ્વારા એક અન્ય વ્યક્તિના સંપર્કમાં આવી અને તેણે મનીષાને પરદેશ જવાની લાલચ આપી. જે બાદ તેણે સસરા પાસે 2 લાખની માંગણી પણ આ માગણી ન સંતોષાતા તેણે સસરાની હત્યા કરી દીધી. ત્યારે હવે આ મામલે પોલીસે મનીષા શર્માને કોર્ટમાં રજૂ કરી 13 સપ્ટેમ્બર સુધીના રીમાન્ડ મેળવ્યા છે.

Shah Jina