દીકરીને ઘરમાં પૂરી માતા-પિતા ઓફિસ ગયા તો દીકરીએ બાલ્કનીમાંથી ઉતરી કરી નાખ્યો એવો કાંડ કે સીધો પોલિસ સ્ટેશનથી આવ્યો ફોન

અમદાવાદમાં દીકરી બાલ્કનીથી ઉતરીને ભાગી ગઈ, એવો મોટો કાંડ કરતી ગઈ કે માં-બાપ માથું પકડીને અફસોસ કરી રહ્યા છે

હાલ બાળકો અને મોટેરાઓ વચ્ચે સોશિયલ મીડિયાનું ચલણ ઘણુ વધ્યુ છે. જેને કારણે તેની ગંભીર અસર બાળકો પર પડી રહી છે. જો કે મોબાઇલ, સોશિયલ મીડિયા ટેક્નોલોજી વરદાન રૂપ પણ બની રહી છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી એક એવી ઘટના સામે આવી જેમાં એક 17 વર્ષની સગીરાને માતા-પિતા ઘરમાં પૂરી નોકરીએ ગયા તો તેણે કાંડ કરી દીધો. તે બાલ્કનીમાંથી કૂદીને ભાગી ગઈ અને તે બાદ માતા-પિતાને દીકરી ઘરે ના મળતા તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.  (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ત્યારે તેમણે જોયુ તો એક વેપારી દીકરીને ચોરીના આરોપમાં પોલીસ સ્ટેશન લઈને આવ્યા હતા. જો કે, તેને સમજાવવા માટે 181 પર ફોન કરીને અભયમ ટીમને જાણ કરવામાં આવી અને પછી ટીમે આવીને માતા-પિતા તથા છોકરીને સમજાવીને આખો મામલો થાળે પાડ્યો હતો. છોકરી ન મળતા માતા-પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને છોકરીને ચોરીના આરોપમાં વેપારી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તે જાણીને માતા-પિતાને આઘાત લાગ્યો હતો.

લગ્નના ઘણાં વર્ષો પછી મહિલાના ઘરે દીકરીનો જન્મ થયો હતો અને એકની એક દીકરી હોવાને કારણે તેને ભરપૂર લાડ-કોરથી ઉછેરવામાં આવી. તેની બધી જરુરીયાતો સંતોષવામાં આવતી અને આ લાડ પ્રેમની ગતિ એટલી હતી કે તેમની દીકરી મોટી થઇ ખરાબ સંગતના કારણે બગડી રહી હતી. તેને ઘરમાં પૂરી માતા-પિતા નોકરીએ જવા લાગ્યા અને તેમને એ જાણવા મળ્યું કે દીકરીએ સોશિયલ મીડિયા દ્વારા એક યુવક સાથે સંપર્કમાં આવ્યા બાદ તેના પ્રેમમાં પડી છે.

જો કે, નાની ઉંમરમાં દીકરીના પ્રેમ વિશે જાણીને માતા-પિતાને ચિંતા થવા લાગી. દીકરી બોયફ્રેન્ડને તેના વીડિયો પણ મોકલતી. જે બાદ ચિંતિત માતા-પિતાએ તેની પાસેથી મોબાઈલ લઈ લીધો અને તેને રૂમમાં પૂરી ઓફિસ જતા. જો કે, એક દિવસ તો તે બાલ્કનીમાંથી કૂદીને ભાગી ગઈ અને તેણે ચોરી કરી. માતા-પિતા ઓફિસથી પરત આવ્યા તો દીકરી ઘરે નહોતી અને તે ભાગી ગઈ હોવાની જાણ થતા તેની શોધખોળ કરી.

પરંતુ તેનો કોઈ પત્તો ના લાગતા તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જો કે, તેમને અહીં જાણવા મળ્યું કે તેમની દીકરીએ મોબાઈલ ફોનની દુકાનમાં અને પછી કપડાની દુકાનમાં ચોરી કરી હતી. જો કે, તે પકડાઈ જતા ચોરીના કેસમાં તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. માતા-પિતાએ વેપારીને સમજાવીને મામલો થાળે પાડ્યો અને પછી અભયમની ટીમે દીકરી અને માતા-પિતાને સમજાવ્યા.

Shah Jina