25 વર્ષ સુધી એકલા હાથે કરી દીકરીની પરવરિશ, હવે દીકરીએ 50 વર્ષની ઉંમરે કરાવી દીધા માતા માટે કર્યું સૌથી મોટું કામ, ખુશ થઇ જશો વાંચીને

50 વર્ષની માતાને થયો પ્રેમ તો દીકરીએ એવું કામ કર્યું કે કહેશો વાહ ભાઈ દિલચસ્પ છે મામલો

બધા માતા-પિતાની એ દિલની ખ્વાહિશ હોય છે તેમની દીકરીને જેવો જોઇએ તેવો વર મળે, જ્યાં તે ખુશ રહી શકે. સાસરામાં તેનું માન-સમ્માન હોય, સાસરિયા પ્રેમ કરે અને પતિ પણ પ્રેમ કરે. તે માટે માતા-પિતા જીવ લગાવી દે છે છોકરી માટે સારો છોકરો શોધવા અને યોગ્ય વર મળવા પર તેના લગ્ન કરાવી દે છે. પરંતુ સોશિયલ મીડિયા પર આજ-કાલ એક એવો મામલો ચર્ચામાં બનેલો છે,

જેમાં એક દીકરીએ તેની માતાના 50 વર્ષની ઉંમર બીજા લગ્ન કરાવ્યા. આ ઘણો દિલચસ્પ મામલો છે. મેઘાલયના શિલોન્ગની રહેવાસી દેબાર્તી ચક્રવર્તીએ તેની માતાના બીજા લગ્ન કરાવ્યા છે. કારણ કે પિતાની મોત બાદ લાંબા સમયથી તેની માતા એકલી જ જીવન વિતાવી રહી હતી. ત્યારે દેબાર્તીએ ખૂબ જ મુશ્કેલીથી તેની માતાને લગ્ન માટે મનાવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેબાર્તીએ જણાવ્યું કે જ્યારે તે માત્ર 2 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું

અને તેની માતા 25 વર્ષની હતી. તેઓ વ્યવસાયે ડૉક્ટર હતા. તેના પિતાના અવસાન બાદ દેબાર્તી તેની માતા સાથે તેના મામાના ઘરે રહેતી હતી. દેબાર્તીના જણાવ્યા મુજબ, તેણે તેની માતાને ઘણી વખત સમજાવ્યું કે તેણે પોતાના માટે જીવનસાથી શોધવો જોઈએ, પરંતુ તેણે એમ કહીને ના પાડી દીધી કે તેને તેનો જીવનસાથી મળશે, પરંતુ તેની પુત્રી તેના પિતાને શોધી શકશે નહીં.

પછી આખરે એ સમય આવ્યો જ્યારે દેબાર્તીની માતા ખૂબ સમજાવટ પછી બીજા લગ્ન માટે તૈયાર થઈ. આ વર્ષે તેના લગ્ન પશ્ચિમ બંગાળના રહેવાસી સ્વપન સાથે થયા હતા. હવે દેબાર્તી કહે છે કે તેની માતા લગ્ન કરીને ખૂબ જ ખુશ છે. લોકો આ દીકરીના જોરદાર વખાણ કરી રહ્યા છે. દેબાર્તી ફ્રીલાન્સ ટેલેન્ટ મેનેજર છે અને મુંબઈમાં કામ કરે છે.

દેબાર્તિએ જણાવ્યું કે તે વર્ષોથી તેની માતાને બીજા લગ્ન માટે સમજાવતી હતી પરંતુ તેણે ના પાડી હતી. આટલા વર્ષો પછી, જ્યારે મૌસુમી એટલે કે દેબાર્તીની માતા 50 વર્ષની થઈ ત્યારે તેણે તેની પુત્રીના સમજાવટ પર આખરે બીજા લગ્ન સ્વપન નામના 50 વર્ષના બંગાળી વ્યક્તિ સાથે કર્યા. સ્વપ્નલના આ પ્રથમ લગ્ન છે.

Shah Jina