અમદાવાદનો ભયાનક કિસ્સો : 13 વર્ષની દીકરી પાસેથી મોબાઈલ છીનવ્યો તો બનાવી દીધો માતા-પિતાની હત્યાનો ભયંકર પ્લાન

ઘોર કળયુગ યાર: અમદાવાદની 13 વર્ષની દીકરીએ માતા-પિતાની હત્યાનો બનાવ્યો ખૂંખાર પ્લાન, મગજ ચકરે ચડી જશે

Mobile Addict Teenage Girl: ગુજરાતમાંથી ઘણીવાર ચોંકાવનારા અને એવા એવા ભયાનક કિસ્સા સામે આવે છે કે આપણા રૂંવાડા ઊભા થઇ જાય. ત્યારે હાલ અમદાવાદના પશ્વિમ વિસ્તારમાંથી મોબાઇલ એડિક્ટ 13 વર્ષની છોકરીનો એવો કિસ્સો સામે આવ્યો કે જાણી તમે પણ ચોંકી જશો. એક દંપતિએ પુત્રીનો મોબાઈલ આંચકી લેતાં તેણે માતાને મારવાનો અને નુક્સાન પહોંચાડવાનો પ્લાન બનાવ્યો અને તે બાદ દીકરીના આ વર્તન સામે દંપતીને પોલિસની મદદ લેવી પડી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં રહેતી 45 વર્ષીય પરણિતાએ એક દિવસ ખાંડમાં કંઈક અજુગતું જોયું અને કંઇક ગંધ આવતા તે ફેંકી દીધી. જો કે, આવું એક-બે વાર નહીં પણ અનેક વાર બન્યું. તે બાદ તેને આશ્ચર્ય થયું કે રસોડામાં રાખેલી ખાંડ વારંવાર કેમ બગડી જાય છે. જો કે, તેણે આ બાબતે સતર્કતા દાખવી તો તે ચોંકી ગઈ. બાથરૂમમાં પણ ફ્લોર પર હંમેશા થોડું પ્રવાહી રહેતું. પછી તેને ખબર પડી કે તેની જ 13 વર્ષની દીકરી ખાંડમાં બાથરૂમ ક્લીનર અને ફિનાઈલ જેવા પદાર્થો ઉમેરતી.

આ વાત સામે આવ્યા બાદ તેને ઘણો આઘાત લાગ્યો. જો કે, કાઉન્સેલિંગ બાદ ખબર પડી કે દીકરી પાસેથી મોબાઈલ આંચકી લીધો હોવાને કારણે તે માતાની હત્યા કરવા માંગતી હતી. પરણિતાની પુત્રી મોબાઇલ એડિક્ટ બની હઇ હતી. જો કે, જ્યારે પરણિતાને દીકરીની કરતૂતની જાણ થઇ તો તો તેણે હેલ્પલાઈન પર ફોન કર્યો અને પછી કાઉન્સેલરે કહ્યું કે વાતચીત પરથી ખબર પડી કે કિશોરી માતા-પિતાને નુકસાન પહોંચાડવા માંગતી હતી અને તે ઇચ્છતી હતી કે તેઓ કિટનાશક ખાંડનું સેવન કરે અથવા બાથરૂમના ફ્લોર પર લપસે,

જેને કારણે માથાને ઇજા પહોંચે. જો કે, આ ઉપરાંત પણ અભયમ 181 મહિલા હેલ્પલાઇને આ બાબતે વધારે ચકાસણી કરી તો સામે આવ્યુ કે, ફોન આંચકી લીધા બાદ તે હિંસક બની ગઈ હતી અને બૂમો પણ પાડવા લાગી હતી. આ દરમિયાન માતાએ તેને માર માર્યો અને ભવિષ્યમાં ક્યારેય મોબાઈલ ન આપવાની ચેતવણી આપી. માતા-પિતાએ જણાવ્યું કે તેમની દીકરી લગભગ આખી રાત ફોન પર મિત્રો સાથે ઓનલાઈન ચેટ કરતી અથવા તો સોશિયલ મીડિયા પર રીલ અથવા પોસ્ટ જોતી,

આને કારણે તે અભ્યાસથી પણ દૂર થઈ ગઈ હતી અને કોઈની સાથે વાત પણ કરતી નહોતી. બસ આખો સમય મોબાઈલને મોબાઇલ જ. બાળકી માતા-પિતાની લાડલી હતી કારણ કે લગ્નના 13 વર્ષ બાદ દંપતિના ઘરે બાળકનો જન્મ થયો હતો. ઘરમાં કોઈ પ્રકારની સમસ્યા ન હતી એટલે શરૂઆતમાં માતા પિતા તેની દરેક ઈચ્છાઓને પૂરી કરતા પણ ધીમેધીમે તે મોબાઈલની એડિક્ટ બની ગઈ અને પછી ના કરવાનું કરી નાખ્યુ.

Shah Jina