મનોરંજન

પોતાના ઓનસ્ક્રીન પેરેન્ટ્સ પર આવ્યું દિલ, કોઈએ મા સાથે કર્યા લગ્ન તો કોઈએ સાસુ ને કરી ડેટ

કોઈએ મમ્મી સાથે અફેર કર્યું તો કોઈએ સાસુમા સાથે અફેર કર્યું, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

બોલીવુડથી લઇને ટીવી જગત સુધીના પોતાના દરેક પ્રિય કલાકારો વિશે જાણવા માટે ચાહકો ખબ ઉત્સુક રહે છે. જેમ કે તેઓની જીવનશૈલી, શોખ, ફેશન-સ્ટાઇલ વગેરે. આજે અમે તમને એવા કલાકારો વિશે જણાવીશું જેઓ પોતાના ઓનસ્ક્રીન સાસુ, માં, જમાઈ, પિતાના પ્રેમમાં પડી ગયા હતા.

Image Source

1. રામ કપૂર-ઈવા ગ્રોવર:
એકતા કપૂરની ફેમસ સિરિયલ બડે અચ્છે લગતે હૈ માં રામ કપૂર અને ઈશા ગ્રોવર માં-દિકારાના કિરદારમાં જોવા મળ્યા હતા. આ શો દરમિયાન જ બંન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા પણ બંન્નેએ ક્યારેય આ વાતને કબૂલી ન હતી.

Image Source

2. અંકિત ગેરા-મોનિકા સિંહ:
અભિનેતા અંકિત ગેરા અને મોનીકા સિંહએ ટીવી સિરિયલ મન કી આવાઝ પ્રતિજ્ઞામાં મા-દીકરાનો કિરદાર નિભાવ્યો હતો. બંન્નેએ ઘણા સમય સુધી એકબીજાને ડેટ કરી હતી.

Image Source

3. અપર્ણા કુમાર-હર્ષદ અરોરા:
અભિનેતા હર્ષદ અરોરા અને અપર્ણા કુમાર સિરિયલ માયાવી મંગલમાં એકબીજાના માં-દીકરાના કિરદારમાં હતા, અને રિયલ લાઈફમાં બંન્નેએ એકબીજાને ડેટ કરી હતી.

Image Source

4. સિદ્ધાર્થ શુક્લા-સ્મિતા બંસલ:
બિગ બોસની આગળની સીઝનમાં વિજેતા બનેલા અભિનેતા સિદ્ધાર્થ શુક્લા બાલિકા વધુ શો માં પોતાની સાસુ સ્મિતા બંસલને પ્રેમ કરી બેઠા હતા. બંન્ને આ શો માં એકબીજાના સાસુ-જમાઈના કિરદારમાં હતા, બંન્નેએ ઘણા સમય સુધી એકબીજાને ડેટ પણ કરી હતી.

Image Source

5. સુનિલ દત્ત-નરગીસ:
સંજય દત્તના માતા-પિતા સુનિલ દત્ત અને નરગીસ ફિલ્મ મદર ઇન્ડિયામાં એક-બીજાના માં-દીકરો બન્યા હતા.

Image Source

6. આલોક નાથ-નીના ગુપ્તા:
આલોક નાથ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે. મોટાભાગે પિતાનો રોલ કરનારા આલોક નાથ સિરિયલ બુનિયાદ માં અભિનેત્રી નીના ગુપ્તાના સસરાના કિરદારમાં હતા. બંને વચ્ચે ઉંમરનું ખુબ મોટુ અંતર હોવા છતાં પણ કોઈની પરવાહ કર્યા વગર એકબીજાને ડેટ કરી હતી.