ખબર

8 વર્ષ સુધી છોકરાએ છોકરી સાથે કર્યું ડેટિંગ, પરંતુ લગ્ન માટે પ્રપોઝ ના કરતા પ્રેમિકા પહોંચી ગઈ કોર્ટમાં

દુનિયાની અંદર ઘણી બધી પ્રેમ કહાનીઓ આપણે જોઈએ છીએ, ઘણી પ્રેમ કહાનીઓ સુખદ હોય છે તો ઘણી દુઃખદ. પરંતુ આ બધા વચ્ચે જ એક એવી કહાની સામે આવી છે જે ખુબ જ ચર્ચાનો વિષય બની છે. એક યુવતી સાથે યુવકે 8 વર્ષ સુધી સંબંધો રાખ્યા અને જેનાથી તેને એક બાળક પણ થયું તે છતાં પણ યુવકે હજુ સુધી યુવતીને લગ્ન માટે પ્રપોઝ ના કરતા યુવતીએ તેના પ્રેમી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. (તમામ તસવીરો કાલ્પનિક છે.)

Image Source

આ મામલો છે જામ્બિયાનો. જ્યાંની એક સિંગલ મધર Gertrude Ngomaએ પોતાના બોયફ્રેન્ડ Herbert Salaliki વિરુદ્ધ કોર્ટમાં એ વાતને લઈને કેસ કર્યો છે કે 8 વર્ષના સંબંધો છતાં પણ તેને ક્યારેય લગ્ન માટે પ્રપોઝ નથી કર્યું.

Image Source

યુવતીએ પોતાના પ્રેમી ઉપર આરોપ લગાવતા કહ્યું કે પહેલી વાતતો એ છે કે તેના બોયફ્રેન્ડે તેને અત્યાર સુધી પ્રપોઝ નથી કર્યું જેમાં ઘણો સમય બરબાદ થઇ ગયો. અને બીજું એ કે તેને હવે એમ લાગી રહ્યું છે કે તેનો પાર્ટનર સંબંધોને લઈને ગંભીર નથી. જો કે જજ દ્વારા બંનેને અંદરો અંદર સમજૂતી કરવાની પણ સલાહ આપી છે.

Image Source

યુવતી અને તેના પ્રેમીના સંબંધોથી તેમને એક બાળક પણ છે. યુવતી પોતાના બાળક સાથે પોતાના પિયરમાં જ હજુ રહે છે. હવે યુવતીને એ સવાલ પણ સતાવી રહ્યો છે કે તેનું ભવિષ્ય શું હશે?

Image Source

યુવતીનું કહેવું છે કે “તે ક્યારેય સિરિયસ હતો જ નહીં જેના કારણે મારે તેને કોર્ટમાં લઇ આવવો પડ્યો છે. મને મારા જીવન વિશે જાણવાનો અધિકાર છે કે મારું ભવિષ્ય આગળ કેવું હશે.”