જ્યોતિષ શાસ્ત્ર

દશેરાના પાવન દિવસે આ રાશિઓ થશે માલામાલ, જુઓ તમારી રાશિ તો નથી ને ?

દશેરા પર આ 7 રાશિઓ પર થશે ભગવાન રામની કૃપા દ્રષ્ટિ, જાણો તમારી રાશિ વિશે

વિજયાદશમી દશેરા ઉત્સવ પર અપરાજિતની પૂજા કરવામાં આવે છે. આ મા દુર્ગાનું સ્વરૂપ છે. શસ્ત્ર પૂજાનું પણ આજે વિશેષ મહત્વ છે. સરસ્વતીનું વિસર્જન વિજયાદશમીએ થાય છે. આવો જાણીએ તમારા ભાગ્યના સિતારા અને કેવો રહેશે આજનો દિવસ.

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે પારિવારિક માહોલ સારો રહેશે. આ રાશિના જાતકોમાં ધન લાભ થવાના યોગ પણ બની રહ્યા છે. ભાગ્યનો સાથ મળશે. દશેરા પર ધન લાભના યોગ તમારી રાશિમાં બની રહ્યા છે. આજના દિવસે કોઈને ઉધાર પૈસા દેવાથી બચો. માતા ભગવતના અપરાજિતા રૂપની આરાધના કરવાથી બધા દુઃખ દૂર થશે. આજે મંદિરમાં લાલ ફળનું દાન કરવાથી તમારા ભાગ્યનો ઉદય થશે. વ્યાપારી હેતુ માટે મુસાફરી કરવી ખૂબ ફાયદાકારક સાબિત થશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે, તમારી રાશિમાં સારા યોગ રહે છે. આજે તમને સિનિયરનો સહયોગ મળી રહ્યો છે. તમને સત્તામાં બેસેલા લોકોનો ટેકો પણ મળશે. અટકેલા કામ પૂરા થશે, જો નવું કાર્ય શરૂ થવાનું છે તો આજનો સમય પણ તેના માટે ખૂબ જ સારો સમય છે. મંગળ યોગ તમારી રાશિના જાતકોમાં છે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. સંપૂર્ણ તણાવમુક્ત દિવસનો આનંદ માણી શકશો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
રવિવારના દિવસે વિજયાદશમીનો યોગ મંગળ યોગ લઈને આવ્યો છે. ધાર્મિક કાર્યક્રમમાં શામેલ થવાનો અવસર મળશે. અચાનક યાત્રાનો યોગ બની શકે છે. બદલાયેલી જીવનશૈલી વધુ સારી આરોગ્ય અને જીવનની શ્રેષ્ઠતા તરફ એક પગલું હશે. મિત્રોના સહયોગથી તમારા રોકાયેલા કામ પુરા થશે. સંપત્તિના યોગ બની રહ્યા છે. પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તથી તમને લાભ થઇ શકે છે. આજના દિવસે તમને કોઈ એવી ખબર સાંભળવા મળશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હોય.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકોમાં આજે ચિંતા ઓછી થશે રોજગાર લોકો માટે આજનો દિવસ થોડો પડકારજનક છે. તમારા કામ પ્રત્યે સભાન બનવાની જરૂર છે. તમારી કામની સમીક્ષા કરી શકાય છે. આજે, કર્ક રાશિના રાશિમાં પણ ટ્રાન્સફર થવાના યોગ દેખાય છે, પરંતુ સારી વાત એ છે કે સાથે બઢતીના પણ યોગ બની રહ્યા છે. આજે સિનિયરોનો સહયોગ મળી રહ્યો છે, જે લોકો રાજકારણમાં છે તેમના માટે પણ આજનો દિવસ સારો છે. તબીબી નિદાનમાં કેટલાક પૈસા ખર્ચ થઈ શકે છે. તમારે હોસ્પિટલમાં પણ જવું પડી શકે છે. ખાવાની ટેવમાં બેદરકારી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકોએ અપરાજિતા તરીકે મા દુર્ગાની પૂજા કરો. માતા દુર્ગા તમારી બધી મુશ્કેલીઓ લેશે. વાત કરતી વખતે સજાગ બનો. કોઈ પણ એવા શબ્દો ના બોલો જેનાથી બીજી વ્યક્તિને નુકસાન પહોંચે. આજે વાણીમાં મધુરતા જાળવવી જરૂરી છે. આ આરોગ્ય પ્રત્યે સભાન બનો. જ્યારે તમે ઘરની બહાર હોય ત્યારે ખાવા-પીવામાં ધ્યાન આપો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
મર્યાદા પુરુષોત્તમ ભગવાનનાના પરમ ભક્ત હનુમાનજીનું ધ્યાન ધરો. હનુમાનજી તમારા બધા દર્દ દૂર કરી દેશે. તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાનું નિરાકરણ થશે. તમારો કાનૂની પક્ષ કમજોર રહેશે. આ રાશિના જાતકોને ધનના લાભ પણ બની રહ્યા છે. રોકાયેલા કામ પુરા થશે. કામને લઈને મુસાફરી કરવી પડી શકે છે. મુસાફરી દરમિયાન આરોગ્યની સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલ રહેશે. પારિવારિક ચિંતા રહેશે. આજના દિવસે અચાનક જ એક જ સમયમાં વધુ કામ કરવા પડી શકે છે. આજના દિવસે તમારો સ્વભાવ ચીડિયો રહેશે. આજને બોલવામાં મધુરતા રાખવી જરૂરી છે. જો કોઈ કડવા વેણ બોલાઈ ગયા હોય તો તેનાથી વિવાદ થવાની શક્યતા છે. વૈવાહિક સુખનો અભાવ રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજના દિવસે ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે જે લોકો ભણી રહ્યા છે તે માટે આજનો દિવસ સારો રહેશે. આના દિવસે ભવિષ્યના રસ્તા ખુલી રહ્યા છે. વિદેશયાત્રાના યોગ પણ બની રહ્યા છે. આજના દિવસે ખુદ માટે ખર્ચ કરશો. ધનલાભના યોગ પણ બની રહ્યા છે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે કોઈને પૈસા ઉધાર આપવાથી બચો. શસ્ત્રોનું પૂજન કરો. આજનો દિવસ તમારી માટે ઉત્તમ છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજના દિવસે નાની-નાની વાત પર ગુસ્સો આવી શકે છે. આજના દિવસે બધા લોકો સાથે સારો વ્યવહાર રાખો. બીજાનું દિલ જીતી લેશો.માતા-પિતાના આશીર્વાદથી બધા કામ પુરા થશે. આજે તમને તમારા સાહેબ અથવા તમારા સાથીદારો સાથે પ્રવાસ પર જવાનો અવસર મળશે. આ વ્યવસાયિક પ્રવાસથી તમને લાભ થશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકોને આજના દિવસે આરોગ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. મન અશાંત રહે અને મનને શાંત કરવા એકાગ્ર બને તે માટે ભગવાન શ્રી રામનું ધ્યાન કરો. આજે શત્રુઓને પરાજિત કરવા માટે અપરાજિતાના રૂપમાં માતા દુર્ગાની પૂજા કરો. આ કરવાથી તમારી સમસ્યાઓ હલ થશે અને દુશ્મનો શાંત થઈ જશે. આજે ધન લાભના ફાયદા પણ તમારી રાશિમાં રહે છે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. પ્રેમ સંબંધ વધુ સારા રહેશે ઘરે આરામ કરવામાટે આજનો સમય સારો છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે. આજે કંઈક નવું કરી શકો છો. આજે તમારા શોખ તમે પુરા કરી શકો છો. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવાની જરુરુ છે. પારિવારિક માહોલ સારો રહેશે. આજના દિવસે તમારે વધુ કામ કરવું પડશે. કામને લઈને સચેત રહો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકોનો દિવસ ઉતાર-ચડાવ ભર્યો રહેશે. નાની નાની બાબતોથી ક્રોધ થઈ શકે છે. આ વિવાદનું કારણ બની શકે છે. તો આજે શાંત રહો. તમારા મનને ખુશ રાખો. આજે તમારી રાશિમાં સારા યોગ રહે છે. તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે. આજે આળસ તમારા માટે બિલકુલ યોગ્ય નથી. તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા કાર્યને સમયસર પૂર્ણ કરો. તમારી રોગપ્રતિકારક ક્ષમતા નબળી પડશે. થાક તમને સુસ્ત બનાવી શકે છે. પેટ સંબંધિત સમસ્યાઓ પરેશાન કરશે. મસાલેદાર ખોરાક ટાળો.