મનોરંજન

13 વર્ષમાં આટલો બદલાઈ ગયો છે ફિલ્મ “તારે જમીન પર”નો આ ક્યૂટ અભિનેતા, જાણો આજે કેવું જીવી રહ્યો છે જીવન

બોલીવુડમાં ઘણી એવી ફિલ્મો આવી ગઈ જેની છાપ આજે પણ દર્શકોના મન ઉપર પડેલી છે, કેટલીક ફિલ્મો સારી હોવા છતાં પણ દર્શકોને પસંદ નથી આવતી પરંતુ ઘણી એવી ફિલ્મો હોય છે જે દર્શકોને પસંદ પણ આવે છે અને તેની વાર્તા ઘણા લોકોને પ્રેરણા પણ આપે છે.

Image Source

એવી જ એક ફિલ્મ વર્ષ 2007માં આવી હતી જેનું નામ હતું “તારે જમીન પર” આ ફિલ્મે બોક્સ ઓફીસ ઉપર પણ તાબડતોબ કમાઈ કરી હતી સાથે આ ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવી હતી, આ ફિલ્મ ઘણા બાળકો અને માતા-પિતા માટે એક પ્રેરણાદાયી ફિલ્મ બની હતી. આ ફિલ્મમાંથી એક બાળ કલાકાર બોલીવુડને મળ્યો હતો જેનું નામ હતું દર્શિલ સફારી. આ ફિલ્મમાં જયારે તેને કામ કર્યું ત્યારે તેની ઉંમર 10 વર્ષની હતી, પરંતુ આજે તે 23 વર્ષનો થઇ ગયો છે. તારે જમીન પર ફિલ્મ બાદ તે કેટલીક ફિલ્મોમાં દેખાયો પરંતુ પછી તે બોલીવુડમાં જોવા ના મળ્યો, ચાલો આજે જાણીએ એ ક્યાં છે.

Image Source

આજથી 13 વર્ષ પહેલા આવેલી ફિલ્મમાં જોવા મળેલો દર્શિલ આજે સાવ બદલાઈ ગયો છે, આજે તમે તેને જોઈને કહી નહીં શકો કે આ એજ કલાકાર છે. તેના દેખાવથી લઈને બોડી સ્ટાઇલ પણ બદલાઈ ગયેલી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Darsheel Safary (@dsafary) on

દર્શિલે બોલીવુડમાં શરૂઆત તો સારી રીતે કરી પરંતુ સમય જતા જે અભિનય તે ‘તારે જમીન પર’માં કરી શક્યો તેવો બીજી ફિલ્મોમાં જોવા ના મળ્યો,  પોતાની પહેલી ફિલ્મ બાદ તે બોલીવુડમાં વધુ આગળ ના વધી શક્યો.

 

View this post on Instagram

 

A post shared by Darsheel Safary (@dsafary) on

તારે જમીન પર ફિલ્મ બાદ દર્શિલે ફિલ્મ ‘બમ બમ બોલે’, ‘જોકોમેન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ આ બધી ફિલ્મોમાં દર્શિલ ચાહકોનું દિલ ના જીતી શક્યો અને તેનો જાદુ ફિક્કો પડતો નજરે આવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Darsheel Safary (@dsafary) on

વર્ષ 2016માં દર્શિલે બોલીવુડમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું, જો કે આમ કરવું તેના માટે સરળ નહોતું છતાં પણ તેને એ પગલું ભર્યું, અને પોતાના ટેલેન્ટને તેને બીજી દિશામાં ઢળવાનું નક્કી કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Darsheel Safary (@dsafary) on

વર્ષ 2016માં જ દર્શિલે થિયેટર એટલે કે નાટકોની દુનિયામાં પગ મુકવાનું નક્કી કર્યું, તેને પોતાના સૌથી પહેલા નાટક Could I help Youમાં કામ કર્યું. આ નાટકમાં દર્શિલનો અભિનય જોઈને તેની ઘણી જ પ્રસંશા થવા લાગી, તેના ચાહકોને લાગ્યું કે ‘તારે જમીન પર’ નો દર્શિલ હવે પાછો આવી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Darsheel Safary (@dsafary) on

પોતાના પહેલા નાટકની સફળતા બાદ દર્શિલે પાછું વળીને જોવાનું ના વિચાર્યું અને થિયેટરની દુનિયામાં જ સતત આગળ વધતો રહ્યો. પરિણામ એ આવ્યું કે તેને કરેલા અભિનયમાં તે શ્રેષ્ઠ બનતો ગયો અને તેની પ્રસંશા તેમજ તેનો ચાહકવર્ગ પણ મોટો થતો ગયો.

 

View this post on Instagram

 

A post shared by Darsheel Safary (@dsafary) on

દર્શિલના ઘણા ચાહકોની ઈચ્છા છે કે તે હવે મોટા પડદા ઉપર પાછો જોવા મળે, ચાહકોના આ સવાલના જવાબ આપતા દર્શિલે જણાવ્યું હતું કે: “મારે ફક્ત અભિનય કરવો છે. પછી એ ફિલ્મો માટે કરું કે થિયેટર માટે કે પછી ટીવી માટે, એક્ટિંગ મારુ પેશન છે અને એ હું ત્યાં સુધી જાળવી રાખીશ જ્યાં સુધી મને સારી વાર્તાઓ મળે છે.”

 

View this post on Instagram

 

A post shared by Darsheel Safary (@dsafary) on

હવે દર્શિલના તમામ ચાહકો ઈચ્છે છે કે તે થીયાત્ર સાથે સાથે ફિલ્મોમાં પણ કામ કરે પંરતુ આ નિર્ણય હવે દર્શિલને જાતે જ લેવાનો રહ્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.