સાળંગપુર મંદિરના ભીંતચિત્ર વિવાદ શાંત થવાનો જ હતો એ પહેલા જ વડોદરાના આ સ્વામીએ બળતામાં નાખ્યું ઘી, આપ્યું એવું વિવાદિત નિવેદન કે જુઓ વીડિયો

ભીંતચિત્ર વિવાદ બાદ વડોદરાના દર્શન સ્વામીએ કહ્યું, ” પોતાને ચલમ પીને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢી…” વીડિયો વાયરલ થતા જ છલકાયો રોષ

Darshan Swamy’s controversial statement : સાળંગપુરના ભીંતચિત્ર વિવાદને લઈને છેલ્લા ઘણા દિવસથી ગુજરાતની અંદર ઘમાસાણ ચાલી રહ્યું છે. સાધુ સંતો સાથે સામાન્ય જનતામાં પણ આ ભીંતચિત્રોને લઈને મોટો રોષ જોવા મળી રહ્યો છે અને આ ભીંતચિત્રો જલ્દી જ દૂર થાય તેવી માંગણી પણ કરવામાં આવી છે. ત્યારે ગતરોજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સાધુઓ વચ્ચે બેઠક થઇ જેમાં ભીંતચિત્ર હટાવવા માટે 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે. કોઠારી સ્વામી દ્વારા તેમને બાંહેધરી આપવામાં આવી છે.

દર્શન સ્વામીનું વિવાદિત નિવેદન :

ત્યારે લોકોને આ બેઠક પછી લાગી રહ્યું હતું કે આ વિવાદ હવે થોડા જ સમયમાં શાંત થઇ જશે, પરંતુ હાલ વડોદરાના દર્શન સ્વામીએ જે નિવેદન આપ્યું છે તેને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. દર્શન સ્વામીએ તેમની તેજાબી વાણીમાં કહ્યું કે, “મારો ઇષ્ટદેવ સર્વોપરી છે… છે… છે… સાહેબ. દુનિયા જોઈ પોતાને ચલમ પીને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢી તિલક, ચાંદલા ને ચોટલી રાખીએ છીએ તો તમારા કરતાં અમે પહેલાં સનાતની છીએ. મહેરબાની કરીને સ્વામિનારાયણવાળાને છંછેડવાનો ધંધો કરવો નહીં.”

વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ :

ત્યારે હાલ દર્શન સ્વામીનો આ વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને વીડિયોને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં દર્શન સ્વામી ભક્તોને પાઠ ભણાવતા એમ પણ કહી રહ્યા છે કે, “તમને કોઈની બીક તો નથી ને… સાહેબ ગગનમાં જેટલા શત્રુ હોય, તારા જેટલા શત્રુ કદાચ એકવાર બની જાય અને સમૂહ ભેગો થઈ જાય અને કદાચ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ ભગવાનની સામે આવી જાય.”

ઇષ્ટદેવ સર્વોપરી હોવાનું કહ્યું :

તેઓ એમ પણ કહી રહ્યા છે કે “સાહેબ મારો ઇષ્ટદેવ સર્વોપરી છે… છે… છે… સાહેબ. આમાં કોઈને રંજ માત્ર સંશય ન હોવો જોઇએ અને કોઈ પાજી પ્લાઉનાં વચનોમાં ક્યારે કોઈએ દબાવવું પણ નહીં સાહેબ.આપણા ઉદરનો રોટલો આપણો સ્વામિનારાયણ ભગવાન ભરે છે. આપણને અક્ષરધામમાં લઇ જનારો અંતકાળે આપણો સ્વામિનારાયણ ભગવાન છે. આપણા ભગવાનને કોઈ એમ કહે કે આ મોચી છે, આપણા ભગવાનને કોઈ એમ કહે કે આ તો આ છે તે છે કદી સાખી લેવામાં નહીં આવે.”

 

Niraj Patel