અજબગજબ ખબર

લોકો પહેલા તેમને પાગલ કહેતા હતા, આજે તેમની પાસે એ છે જે અરબપતિઓ પાસે પણ નથી

આ વાર્તા એવા માણસની છે જેને પોતાનું આખું જીવન આવનારી પેઢીઓનું જીવન સુરક્ષિત કરવા માટે ખર્ચી નાખ્યું

આજના સમયમાં મોટાભાગના લોકો ઇચ્છતા હોય છે કે તેમની પાસે અઢળક પૈસા હોય, એક સુખી જીવન હોય, એક સારું ઘર હોય અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ હોય. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે તમેન માટે પૈસાનું મહત્વ નથી હોતું, પરંતુ કોઈ એવું કામ કરવું હોય છે જેના દ્વારા તેમની આવનારી પેઢીઓ પણ તેમને યાદ રાખે.

Image Source

આવા જ એક વ્યક્તિનું નામ છે દરીપલ્લી રમૈયા જેમેણે તેલંગાણાને સંપૂર્ણ રીતે બદલી નાખ્યું છે. તેમને જે બદલાવ કર્યો છે તે ત્યાંની સરકાર અને કોઈ એનજીઓ દ્વારા પણ ના થઇ શકે. આ વ્યક્તિએ કરોડો વૃક્ષઓ વાવીને લોકોને સદીઓ સુધી શુદ્ધ પર્યાવરણની વ્યવસ્થા કરી આપી છે.

Image Source

દરીપલ્લી રમૈયા તેલંગાણા રાજ્યના ખમ્મમ જિલ્લાના એક નાના ગામના રહેવાસી છે. તે એ વાતમાં વિશ્વાસસ રાખે છે કે ધરતી ઉપરના બધા જ જીવોમાં માણસ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે તે વિચાર કરી શકે છે અને ચિંતન પણ. તે કામના સાચા કે ખોટા હોવામાં પણ ભેદ કરી શકે છે. તે કહે છે કે મનુષ્યને ઝાડ -છોડના રૂપમાં બહુમૂલ્ય ઉપહાર મળ્યો છે. એટલા માટે આપણા બધાનું કર્તવ્ય હોવું જોઈએ કે પ્રકૃતિના આ ઉપહારોને સજાવીને રાખીએ.

Image Source

રમૈયાએ પોતાનું જીવન ભારતને લીલી છમ રાખવામાં લગાવી દીધું, આ 70 વર્ષના વૃદ્ધ વ્યક્તિએ લગભગ 1 કરોડ વૃક્ષઓ વવાયાં છે અને તેનાથી વધારે વૃક્ષઓ વાવી રહ્યા છે. તેમનબુ પ્રચલિત નામ ચેતલા રમૈયા છે જેનો અર્થ એક વૃક્ષ થાય છે. રમૈયાને જ્યાં પણ સૂકી જમીન દેખાતી હતી ત્યાં તે વૃક્ષ લગાવી દેતા હતા.

Image Source

પૈસાની ખોટના કારણે રમૈયાના ઉદ્દેશ પૂર્તિમાં ક્યારેય વિઘ્ન નથી આવવું દીધું, તેમને પોતાની ત્રણ એકડ જમીન વેચી દીધી જેનાથી તે બીજ અને છોડ ખરીદી શકે. રમૈયાને વૃક્ષો વાવવાનું જુનુન ભરેલું છે. તેમને વૃક્ષો ઉપર ઘણા જ પુસ્તકો વાંચ્યા છે, અને તેની જાણકારી પણ તેઓ રાખે છે. તે છોડની વિભિન્ન પ્રજાતિઓ, તેના ઉપયોગો અને લાભ વિષે પણ વિસ્તૃત જાણકારી રાખે છે, આ ઉપરાંત તે સ્થાનિક લાઈબ્રેરીમાં જઈને અભ્યાસ પણ કરે છે.

Image Source

એક સમયે લોકો તેમને પાગલ કહેતા હતા અને તેમનો મજક પણ ઉડાવતા હતા. પરંતુ આજે તેમનું મહત્વ આખી દુનિયાએ સ્વીકાર્યું છે અને જે લોકો તેમને પણ કહેતા હતા આજે એજ લોકો તેમનું સન્માન કરતા નથી થાકતા. તેમની પત્ની જન્મમા જણાવે છે કે “જયારે રમૈયા સાઇકલ ઉપર બીજ અને છોડ લઈને નીકળતા હતા ત્યારે આસપાસના લોકો તેમનો મઝાક ઉડાવીને હસતા હતા.” કોઈના લગ્ન હોય કે જન્મ દિવસની ઉજવણી કે લગની વર્ષ ગાંઠની ઉજવણી, બંને પતિ પત્ની લોકોને છોડ જ ભેટ તરીકે આપતા હતા.

Image Source

રમૈયા પોતાના ગામની અંદર બે ઓરડાના ઘરની અંદર રહે છે. તેમનું ઘર એક નાનું મ્યુઝિયમ જેવું લાગે છે. ત્યાં બહુ જ બધી તખ્તીઓ, હોર્ડિગ્સ અને બેનર છે. જની અંદર છોડ લગાવવાનું મહત્વ, સ્લોગન લખેલા છે. તે જ્યાં પણ જાય ત્યાં પોતાના ગળાની અંદર સ્કફની જેમ એક બોર્ડ લગાવીને જાય છે, જેની અંદર લખેલું છે: “વૃક્ષો રક્ષતિ રક્ષતિ:”

Image Source

તેમના જીવનનું આજ ઉદ્દેશ્ય છે અને તેમના આ મહાન કાર્ય માટે સરકાર દ્વારા પણ ભારતનું ત્રીજું શ્રેષ્ઠ સન્માન પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યું છે.