દારા સિંહે એટલા તાકાતવર હતા કે 200 કિલોના કિંગ કોંગને ઊંચકીને ક્યાંય ફેંકી દીધો હતો

0
Advertisement

80ના દાયકાનો ફેમસ ટીવી શો ‘રામાયણ’માં હનુમાનની ભૂમિકા ભજવનાર બોલિવુડ એક્ટર દારા સિંહ તેની એક્ટિંગથી જ નહીં. પરંતુ તેની પહેલવાનીથી હિન્દુસ્તાનીઓના દિલ જીતી લીધા હતા. એક સમયમાં પહેલવાનીના અખાડામાં દારાસિંહનો સિક્કો ચાલતો હતો. દારાસીને પહેલવાની કર્યા બાદ ફિલ્મોમાં એક્ટર, નિર્દેશક,નિર્માતા તરીકે કામ કર્યું હતું. જે હિટ ગયું હતું.

Image Source

દારાસિંહનો જન્મ 19 નવેમ્બર 1928ના રોજ પંજાબમાં થયો હતો. દારા સિંઘની લંબાઈ 6 ફૂટ 2 ઇંચ હતી. તેની કરિયરમાં તેને 500થી વધારે મેચ રમ્યા હતા. તેમાંથી એક પણ મેચ હાર્યા ના હતા. 1947માં દારા સિંહ સિંગાપુર ગયા હતા. ત્યારે તેને હરાનામસિંઘ પાસેથી કુશ્તીની ટ્રેનિંગ લીધી હતી. દારાસિંહે તારલોક સિંહને હરાવીને ચેમ્પિયન ઓફ મલેશિયા બન્યા હતા. 1959માં કિંગ કૉન્ગ, જોર્જ ગોડીએન્કો અને જોન ડિસિલ્વાને હરાવીને કોમનવેલ્થ ચેમ્પિયન બન્યા હતા. દારસિંહે 29 મે 1968માં ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.

Image Source

દારાસિંહે કિંગ કોંગ સાથે થયેલો મુકાબલો હંમેશા યાદ કરવામાં આવે છે. આ ફાઇટમાં કિંગ કોંગ 200 કિલોના હતા. અનેદારાસિંહ 130 કિલોના હતા. આ મુકાબલામાં દારાસિંહે ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીને માથા પર રાખી ફેરવી અને ફેંકી દીધો હતો. આ જોઈને કોઈ પણ હેરાન થઇ ગયું હતું. આ બાદ 1962માં ફિલ્મ ‘કિંગ કોંગ’રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં દારા સિંહએ જ એક્ટિંગ કરી હતી.

Image Source

દારાસિંહે 148 ફિલ્મોમાં કામ કર્યું હતું. દારાસિંહ 60ના દશકામાં દરેક ફિલ્મના 4 લાખ રૂપિયા લેતા હતા. દારાસિંહે ફૌલાદ, મર્દ, મેરા નામ જોકર,કલ હો ના હો,જબ વી મેટ, કિંગકોંગ, હમ સબ ઉસ્તાદ હૈ,હમ સબ ચોર હૈ,જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Image Source

એક રિપોર્ટ અનુસાર, દારાસિંહને આ રોલ ઇત્તેફાકથી મળ્યો હતો. 1986માં રામાનંદ સાગર જયારે ‘રામાયણ’ સિરિયલ કાસ્ટિંગ કરી રહ્યા હતા. ત્યારે દારાસિંહને ફોન કરી કહ્યું હતું કે,’ દારા તું મારા નવા શોમાં હનુમાનનો રોલ કરીશ.’દારા સિંહે પહેલા તો આ રોલ માટે ઇન્કાર કરી દીધો હતો. દારાસિંહે રામાનંદ સાગરને કહ્યું હતું કે,’સાગર સાહેબ મારી ઉંમર 60 વર્ષની થઇ ગઈ છે. તમે કોઈ જુવાન છોકરાને કેમ નથી લેતા. ત્યારે રામાનંદ સાગરે કહ્યું હતું કે, તું જ રોલ માટે પરફેક્ટ છે. માટે દૂરદર્શન પ્રત્યેક એપિસોડ 40 લાખની કમાણી કરતા હતા.

Image Source

દારા સિંહની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો તેણે 2 વાર લગ્ન કર્યા હતા. તેને છ બાળકો હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દારાસિંગઘ સગીર વયમાં જ પિતા બની ગયા હતા.

Image Source

દારાસિંહે 7 જુલાઈ 2012ના રોજ હાર્ટ એટેક આવતા મુંબઇના કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 12 જુલાઈ 2012ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here