આ ફેમસ ક્રિકેટર ખેલાડીએ પાર કરી બધી હદો, બળાત્કાર દરમિયાન એટલું જોરથી દબાવ્યુ મહિલાનું ગળુ કે…!

શ્રીલંકન ક્રિકેટર દનુષ્કા ગુણાથિલકા બળાત્કારના કેસમાં ખરાબ રીતે ફસાયેલો છે. તેના પર ઓસ્ટ્રેલિયન મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે. દનુષ્કા ગુણાથિલકાની મુશ્કેલીઓ વધી રહી છે. એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં યૌન શોષણ કરતી વખતે તેણે મહિલાનું ગંભીર રીતે ગળું દબાવી દીધું હતું. બાદમાં મહિલાને મુશ્કેલી પડી, જેના માટે તેણે તપાસ પણ કરાવી. T20 વર્લ્ડ કપ-2022 દરમિયાન દાનુષ્કાની સિડનીની ટીમ હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

દનુષ્કા ગુણાથિલકાએ મહિલાને અનેકવાર હવસનો શિકાર બનાવી હતી. મહિલાને મગજ સ્કેન પણ કરાવવાની જરૂર પડી હતી. ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, દનુષ્કા ગુણાથિલકા પર ચાર વખત યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોર્ટે તેને જામીન આપવાનો પણ ઈન્કાર કરી દીધો છે. ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર, શ્રીલંકાના બેટ્સમેન દનુષ્કા ગુણાથિલકાએ મહિલાનું ગળું એટલી ખરાબ રીતે દબાવ્યું કે તેનું મગજ સ્કેન કરાવવું પડ્યું. જાતીય સતામણીના આરોપો બાદ તેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

જાતીય શોષણના આરોપો બાદ ગયા રવિવારે સિડનીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ માટે રાષ્ટ્રીય ટીમ સાથે હતો પરંતુ ઈજાના કારણે તેણે મેગા ઈવેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું.સિડનીમાં એક મહિલાએ આરોપ લગાવ્યો કે દાનુષ્કાએ તેના પર બરાત્કાર ગુજાર્યો હતો. બુધવારે સાર્વજનિક કરાયેલા દસ્તાવેજો અનુસાર, મહિલાએ પોલીસને જણાવ્યું કે 31 વર્ષીય ખેલાડી દનુષ્કા ગુણાથિલકા સાથે તેની મુલાકાત એક દુઃસ્વપ્નમાં ફેરવાઈ.

સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર, મહિલાએ દાનુષ્કા પર ઓસ્ટ્રેલિયામાં ઘણી વખત તેની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે એક સમયે દનુષ્કાએ એટલા બળપૂર્વક ગળું દબાવ્યુ હતું કે તે “તેના જીવ માટે ડરતી હતી.” ઓસ્ટ્રેલિયન મીડિયા અહેવાલમાં પોલીસ દસ્તાવેજોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “ફરિયાદીએ તેનું કાંડું પકડીને આરોપીનો હાથ કાઢી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ તેને દબાવી દીધી. ફરિયાદી તેના જીવન માટે લડી રહી હતી.

તેણે સતત આરોપીઓથી દૂર જવાનો પ્રયાસ કર્યો, જે સ્પષ્ટ સંકેત છે કે તે સંમતિ આપી રહી નહોતી. આ કેસની આગામી સુનાવણી 12 જાન્યુઆરીના રોજ નક્કી કરવામાં આવી છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દાનુષ્કા અને મહિલા વચ્ચે ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા ઘણા દિવસો સુધી વાતચીત થઈ હતી. બાદમાં મહિલા પુરુષને મળી હતી. આરોપ છે કે તેણે 2 નવેમ્બર, 2022 ના રોજ સાંજે તેની સાથે જાતીય શોષણ કર્યું હતું. તપાસના ભાગરૂપે, ગુનાના સ્થળની તપાસ કરવામાં આવી છે.

Shah Jina