અજબગજબ

મનાલીમાં રાફ્ટિંગ કરવા ગયું છોકરીઓનું ગ્રૂપ અને ભયાનકતાના દ્રશ્યો જોઇને તમારા પણ હાંજા ગગડી જશે

હિમાચલ પ્રદેશ ફરવા જાઓ એ રિવર રાફ્ટિંગ ન કરો એવું તો કઈ રીતે બને! ત્યાં સુધી જઈને રાફ્ટિંગનો રોમાંચ ન અનુભવીએ એવું તો શક્ય જ નથી ને! રાફ્ટિંગ એમ તો ઘણી મજેદાર અને રોમાંચક પ્રવૃત્તિ છે. પણ રાફ્ટિંગ સમયે જો તમારી બોટ પલ્ટી મારી જાય તો? છક્કા છૂટી જશે ને. આવું જ કઈંક હાલમાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે. પાણીના ઝડપી મોજાની ઝપેટમાં આવીને આ યુવાનોની બોટ પલ્ટી મારી ગઈ અને પછી હાહાકાર મચી ગયો.

Image Source

યુવાનોનું એક ગ્રુપ મનાલીમાં વ્યાસ નદીમાં રાફ્ટિંગ માટે ગયું હતું. શરૂઆતમાં તો આ છોકરીઓ રોમાંચની મજા માણી રહી હતી, અને પછી અચાનક જ આ મજા સજામાં ફેરવાઈ ગઈ. પણ ગાઈડની સમજદારીથી આ ઘટના મોટી દુર્ઘટના બનતા રહી ગઈ. સૌથી જરૂરી એ જ હોય છે કે તમારો ગાઈડ ખૂબ જ અનુભવી અને સમજદાર હોય, નહિ તો આવી ઘટનાઓ અકસ્માતોમાં ફેરવાઈ જાય છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

જુઓ વિડીયો:

રાફ્ટિંગ એમ તો રોમાંચક પ્રવૃત્તિ છે પણ ઘણીવાર અનુભવની કમીને કારણે અને વ્યગ્રતાને લીધે નાની-મોટી ઘટનાઓ ઘટી જાય છે. ગાઈડની સમજદારીથી આ ઘટનામાં તો બધા જ સલામત રીતે બચી ગયા પણ આ વિડીયો ઘણું બધું શીખવી જાય છે કે આવા સમયે પોતાની જાત પર કાબુ જરૂર રાખવો જોઈએ અને ધીરજ ગુમાવવી જોઈએ નહિ…