ગેરેન્ટી! આટલો ભયાનક અકસ્માત તમે ક્યારેય નહીં જોયો હોય, કાચા પોચા લોકો આ વીડિયો ન જુએ

અકસ્માતમાં બરફની જેમ થયા કારના કટકા…આવા એક્સીડંટનો વીડિયો જોઈને તમારા રૂવાડ ઉભા થઈ જશે

સમગ્ર વિશ્વમાં અનેક અકસ્માત થાય છે જેમા કેટલાય લોકોના જીવ જાય છે, તેમાના કેટલાક અકસ્માત કેમેરામાં કેદ થઈ જાય છે. જેનો વીડિયો જોયા બાદ આપણા પગ નીચેથી જમીન સરકી જાય છે. સ્પીડથી ગાડી ચલાવવાના શોખીનો મોતની પણ પરવા કર્યા વિના વાહન ચલાવે છે જેના પરિણામ સ્વરૂપ તેઓ ક્યારેય અકસ્માતનો ભોગ બને છે. પોતે તો ઘાયલ થાય જ છે પરંતુ સાથે સાથે બીજાનો પણ જીવ જોખમમાં મુકે છે.

આજકાલ આવા જ એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા એક પૂર ઝડપે રસ્તા પર દોડતી કાર અચાનક બેલેન્સ ગુમાવી દે છે અને રસ્તા નજીક ઉભેલા ઝાડ સાથે અથડાય છે. આ અકસ્માત એટલો ભયાનક છે કે જેમણે પણ આ વિડિયો જોયો તેમના રૂવાડા ઉભા થઈ ગયા.

સામે આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે હાઈવે પર અનેક ગાડીઓ ચાલી રહી છે. હવે આ બધાની વચ્ચે અચાનક હવા સાથે વાતો કરતી એક ગાડી આવે છે. તેની સ્પીડ એટલી છે કે તે બધી ગાડીની સાઈડ કાપી આગળ નિકળી જાય છે. પરંતુ જેવી ગાડી આગળ વધે છે ત્યાં તો તે આખા રસ્તા પર સાપની જેમ રેલાવા લાગે છે. કોઈ કંઈ સમજે તે પહેલા જ આ ગાડી ધડાકા સાથે એક ઝાડ સાથે અથડાઈ જાય છે.

આ ગાડી એટલા જોરથી અથડાઈ છે કે તેના સ્પેર પાર્ટ વિખેરાવા લાગે છે. જો કે આ કારનું બેલેન્સ કેવી રીતે બગડ્યું તે સામે આવ્યું નથી. પરંતુ આ અકસ્માત એટલો ડરામણો હતો કે જોઈને જ કંપારી છૂટી જાય. આ વીડિયોને geekscars નામના એકાઉન્ટ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જેવો ઈન્ટરનેટ પર આવ્યો તરત જ વાયરલ થઈ ગયો. હાલમાં લાખો લોકોએ આ વીડિયો જોય છે. જેના પર તેઓ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.


આ વીડિયો જોયા બાદ એક વ્યક્તિએ લખ્યું કે, ગાડીના સ્પેરપાર્ટ બરફની જેમ હવામાં ઉડી ગયા. જો કે આ અકસ્માત બાદ ડ્રાઈવરની સ્થિતિ કેવી છે તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ જે રીતે ગાડીનો અકસ્માત થયો છે તેને જોતા ડ્રાઈવરની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. ઘણા લોકોએ તો આ રીતે ફુલ સ્પિડમાં ગાડી ન ચલાવવા પણ સલાહ આપી છે. કારણ કે આ રીતે ગાડી ચલાવવાથી તમારા જીવને તો ખતરો રહેજ છે સાથે સાથે તે લોકો અન્યના જીવને પણ જોખમમાં મુકે છે.

YC