ફિલ્મી દુનિયા

દંગલના 3 વર્ષ બાદ કેટલી બદલાઇ ગઈ છે આમિર ખાનની લાડલી, જુઓ 7 તસ્વીરો

આમિર ખાનની બ્લોક બસ્ટર ફિલ્મ દંગલ રિલીઝ થયાને ત્રણ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. દંગલ ફિલ્મ હરિયાણાની રેસલર ગીતા અને બબીતા ફોગાટ પર આધારિત છે.

Image Source

આ ફિલ્મમાં ફાતિમા શના શેખ, સાન્યા મલ્હોત્રા અને જાયરા વસીમ સહીત અન્ય એક્ટ્રેસે કામ કર્યું હતું. આવો જાણીએ આ ફિલ્મના ત્રણ વર્ષ બાદ આ એક્ટ્રેસો કેવી લાગી રહી છે.

દંગલ ફિલ્મ 23 ડિસેમ્બર 2016ના રોજ રિલીઝ થયું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. આ ફિલ્મમાં આમિર ખાને રેસલર ગીતા અને બબીતા ફોગટેના પિતાનો રોલ નિભાવ્યો હતો. હાલ તો આમિર ખાન ફિલ્મ લાલસિંહ ચડ્ડાનું શૂટિંગ કરી રહ્યા છે, આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ફારેસ્ટ ગમ્પની હિન્દી રીમેક છે.

આ ફિલ્મમાં બબીતા ફોગટેનો રોલ સાન્યા મલ્હોત્રાએ નિભાવ્યો હતો, જે પણ લોકોને પસંદ આવ્યો હતો.

આ ફિલ્મમાં જાયરા વસીમે ગીતા ફોગાટના બાળપણનો રોલ નિભાવ્યો હતો. આ રોલને લઈને જાયરાની બહુજ તારીફ કરવામાં આવી હતી. જાયરા છેલ્લે ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં જાયરાએ પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની દીકરીનો રોલ નિભાવ્યો હતો. હવે જાયરા વસીમે ઍક્ટિંગ છોડી દીધી છે.

Image Source

ફાતિમા સના શેખે આ ફિલ્મમાં ગીતા ફોગાટનો રોલ નિભાવ્યો હતો. લોકોએ ફાતિમા સના શેખન કામને બહુજ વખાણ્યું હતું. અને તે લોકો વચ્ચે ફેમસ થઇ ગઈ હતી.

હવે ફાતિમા રાજકુમાર રાવ સાથે ડાયરેક્ટર અનુરાગ બાસુની ફિલ્મમાં કામ કરી રહી છે. આ સિવાય તે સૈફ અલી ખાન સાથે ફિલ્મ ભૂત પોલીસમાં નજરે આવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.