સુરતમાં ભણેલી ગણેલી દેવાંશીએ સાતમા માળે ફાંસો ખાઈને લટકી ગઈ, મરતા પહેલા મિત્ર સાથે….
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો માનસિક તાણમાં આવીને આપઘાત કરી લેતા હોય છે. તો ઘણા નાની ઉંમરના વિદ્યાર્થીઓ પણ કોઈને કોઈ કારણે આપઘાત જેવા ગંભીર પગલાં પણ ભરી લેતા હોય છે, ત્યારે હાલ એક એવો જ મામલો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં એક એન્જીનીયરીંગની વિદ્યાર્થીને ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલના સાતમા માળે એક વિદ્યાર્થિનીએ ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા જ હડકંપ મચી ગયો હતો. આ વિદ્યાર્થીની SVNITમાં સિવિલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. તેને કોલેજ પૂર્ણ થયા બાદ રૂમ પર આવીને બપોરના સમયે આપઘાત કરી લીધો હતો.
આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થીનીનું નામ દેવાંશી પાલવે હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી અને તે મૂળ ડાંગનાં વઘઈ તાલુકાનાં બારખંડીયા ગામની વતની હતી. દેવાંશી છેલ્લા 6 મહિનાથી સુરતમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરવા માટે આવી હતી અને આ દરમિયાન તે સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહીને ભણતી હતી.
ઉત્તરાયણની રજાઓ પર પણ દેવાંશી પોતાના ઘરે ગઈ હતી, તે સ્વભાવે ખુબ જ સરળ અને શાંત હતી. ચાર દિવસ પહેલા જ તે વેકેશન પૂર્ણ કરીને પરત હોસ્ટેલ પર આવી હતી. દેવાંશીએ યુનિવર્સીટી દ્વારા લેવામાં આવેલું મેથ્સનું પેપર ના આપ્યું હોવાના કારણે તેને રજાચિઠ્ઠી પણ લખી હતી, જેમાં તેને પોતાની તબિયત સારી ના હોવાનું જણાવ્યું હતું. આ ચિઠ્ઠી પણ પોલીસે કબ્જે કરી છે. આ અંગે તેને તેના મિત્ર સાથે ફોન પર વાત પણ કરી હતી. આ ઉપરાંત તેને આપઘાત કરતા પહેલા માતા સાથે પણ વાત કરી હતી અને મિત્ર સાથે પણ વીડિયો કોલમ વાત કરી હતી. હાલ પોલીસ આ સમગ્ર મામલે આપઘાત પાછળનું સાચું કારણ શોધી રહી છે.