ખબર

કળિયુગમાં આવા પણ સંતાનો હોય ? પોતાના પિતાનો જીવ બચાવવા માટે દીકરો કરી રહ્યો છે દંડવત પરિક્રમા, તસવીરો જોઈને તમારી આંખો પણ ભરાઈ આવશે

કોરોના સંક્ર્મણે ઘણા પરિવારોને ઉજાળી નાખ્યા છે. પરંતુ આ મહામારીમાં લોકોના અસલી ચહેરા પણ સામે આવી ગયા છે, ઘણા કિસ્સાઓમાં આપણે જોયું છે કે સગા સંતાનો પણ પોતાના માતા-પિતાના નથી થતા, ના તેમની સારવાર કરાવે છે, ના તેમને કોરોનાનો ચેપ લાગતા તેમના નજીક જાય છે. પરંતુ આ બધામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જોઈને તમને પણ આ દીકરા પ્રત્યે ગર્વ થશે.

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક કોરોના સંક્રમિત પિતાને બચાવવા માટે દીકરો દંડવત પરિક્રમા કરી રહ્યો છે. પ્રાઇવેટ હોસ્પિટલથી અચલેશ્વર મહાદેવ સુધી 3 દિવસથી દીકરો પરિક્રમા લગાવી રહ્યો છે. ડોકટરે તેને કહ્યું છે કે હવે ભગવાન જ તેમને બચાવી શકે છે. મારા હાથમાંથી કેસ બહાર છે.

ગ્વાલિયરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ભિન્ડ નિવાસી 51 વર્ષીય રામકુમાર શર્મા જે એક હાર્ડવેરના વેપારી છે તેમને કોરોનાનું સંક્ર્મણ લાગ્યું હતું. પિતાના ફેફસાંમાં 75 ટકા સંક્ર્મણ હોવાના કારણે દીકરો શિવમ તેમને 15 દિવસ પહેલા ગ્વાલિયરની હોસ્પિટલમાં લઈને આવ્યો હતો.

પિતાની સારવાર માટે દીકરાએ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા. સારવાર દરમિયાન શિવમે રેમડેસિવિર ઇન્જેક્શન ઊંચા ભાવમાં ખરીદ્યા. ડોક્ટર દ્વારા જેટલી ફી મંગાવામાં આવી તેટલી આપી. તેનાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા તે છતાં પણ તેના પિતાની તબિયતમાં કોઈ સુધાર ના આવ્યો.

ત્રણ દિવસ પહેલા જ ડોકટરે હાથ ઊંચા કરી દીધા. હોસ્પિટલના ડોક્ટર વેન્ટિલેટર દ્વારા ઓક્સિજન આપી રહ્યા છે. ડોકટરે જવાબ આપતા કહ્યું કે “હવે અમારા હાથમાં કઈ નથી. શરીરમાં સંક્ર્મણ ખુબ જ ફેલાઈ રહ્યું છે. ફેફસા કામ નથી કરી રહ્યા.”

પોતાના પિતાની આવી હાલત જોઈને શિવમે ડોક્ટરને કહ્યું કે હવે હું શું કરું ? ત્યારે ડોકટરે પણ જવાબ આપ્યો કે હવે જે કંઈપણ છે તે ભગવાનના હાથમાં છે. આટલું સાંભળીને શિવમ પિતાને બચાવવા માટે ભગવાન પાસે પહોંચી ગયો.

શિવમે અને તેના એક સંબંધીએ જનક હોસ્પિટલથી અચલેશ્વર મહાદેવ મંદિરના લગભગ 3 કિલોમીટર દંડવત પરિક્રમા શરૂ કરી. તે છેલ્લા ત્રણ દિવસથી સતત આ પ્રકારે પરિક્રમા કરી રહ્યો છે. હવે શિવમ અચલેશ્વર મહાદેવની શરણમાં છે.

શિવમનું કહેવું છે કે ભગવાન અચલેશ્વર મહાદેવ જ મારા પિતાની રક્ષા કરી શકે છે. હવે મંદિરના પંડિત, પુજારીઓ અને શ્રદ્ધાળુઓનો વિશ્વાસ છે કે અચલેશ્વર દરેક બગડેલા કામ સારા કરે છે તો નક્કી બધું જ સારું થશે.