ખબર

લો બોલો, શ્રાદ્ધના કાર્યક્રમમાં બોલાવવામાં આવી બાર ડાન્સરોને, હાથમાં તમંચો લઈને આખી રાત લગાવ્યા ઠુમકા, વાયરલ થયો વીડિયો

હાલ દેશભરમાં શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે. ઠેર ઠેર મૃતકના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કાર્યક્રમો, શાંતિ પર્વ અને શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન કરવામાં આવે છે. સાદા વસ્ત્રોમાં ખૂબ જ સાદગીથી શોક મનાવવાની પરંપરા છે, પરંતુ જો સાદા કાર્યક્રમ દરમિયાન બાર ડાન્સર્સ અને યુવતીઓ ડાન્સ કરે છે, તો તે સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકો સામાજિક ધોરણો ભૂલી રહ્યા છે.

હાલ એક વાયરલ થયેલા વીડિયોમાં આવું જ કંઈક થયાનો દાવો કરવામાં આવ્યો છે. બિહારના વૈશાલી જિલ્લાના મહનાર પોલીસ સ્ટેશન વિસ્તારના બાઘમોચા ગામમાં જ્યાં એક શ્રાદ્ધ કાર્યક્રમમાં યુવતીઓએ જોરદાર ડાન્સ કર્યો હતો. આ પછી તેઓએ બાર ગર્લ્સના હાથમાં પિસ્તોલ પકડાવી અને પછી પુરુષોની માગણી પર બાર ગર્લ્સ પિસ્તોલ સાથે ડાન્સ કરવા લાગી, જેનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ થઈ ગયો અને વાયરલ થઈ ગયો.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે અને બાર બાલા પિસ્તોલ લઈને ડાન્સ કરી રહી છે. આ વીડિયો જોવા માટે દરેક ક્ષેત્રના લોકો હાજર છે, પરંતુ કોઈ તેનો વિરોધ નથી કરી રહ્યું. આ ઉપરાંત વીડિયો વાયરલ થયા પછી, વીડિયો મહનાર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે વીડિયોની તપાસ શરૂ કરી છે, પરંતુ વાયરલ વીડિયો ક્યારેનો છે અને વીડિયોમાં દેખાતી પિસ્તોલ અસલી છે કે નકલી તે જાણી શકાયું નથી.

આ અંગે મહનાર પોલીસ સ્ટેશનના અધિકારી રાજન પાંડેએ જણાવ્યું કે, એક વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેમાં શ્રાદ્ધ કર્મમાં ડાન્સ કાર્યક્રમ દરમિયાન પિસ્તોલ સાથે ડાન્સ કરવાનો મામલો છે. વાયરલ વીડિયોમાં પિસ્તોલ નકલી રમકડા જેવી દેખાઈ રહી છે અને સાથે જ વાયરલ વીડિયો ક્યાંનો અને ક્યારેનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. ટૂંક સમયમાં સત્ય જાણવા મળશે.