મા પાર્વતીનો રોલ કરી રહેલો ડાન્સર સ્ટેજ ઉપર જ અચાનક લથડિયું ખાઈને ગબડી પડ્યો, લોકો સમજ્યા ડાન્સનું સ્ટેપ, જોયું તો થઇ ગયું હતું મોત, જુઓ વીડિયો

છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, ખાસ કરીને યુવા વર્ગમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા છે. ઘણીવાર રસ્તામાં ચાલતા ચાલતા કોઈને હાર્ટ એટેક આવી જાય છે તો ઘણા લોકો કોઈ જગ્યાએ પર્ફોમન્સ આપતા હોય અને ત્યાં જ  ઢળી પડતા હોય છે. અને તેમનું મોત પણ થતું હોય છે. હાલ આવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં માતા સીતાના પાત્રમાં સ્ટેજ ઉપર નૃત્ય કરી રહેલી એક યુવક ઢળી પડ્યો અને તેનું મોત થયું હતું.

આ ઘટના જમ્મુના બિશ્નેહ તાલુકાની છે. આ ઘટનાનો એક દર્દનાક વીડિયો પણ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અહીં જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યોગેશ ગુપ્તા નામનો વ્યક્તિ માતા પાર્વતીના રોલમાં ડાન્સ કરી રહ્યો હતો. જ્યારે અન્ય એક કલાકાર ભગવાન શંકરની ભૂમિકા ભજવી રહ્યો હતો અને તે તેમની બાજુમાં ઉભા રહીને રાહ જોઈ રહ્યા હતા.

આ દરમિયાન અચાનક માતા પાર્વતીના રોલમાં ડાન્સ કરી રહેલા યોગેશ ગુપ્તા નીચે પડી ગયા પરંતુ ફરી ઉભા થઈ ગયા. ત્યારપછી તે વારંવાર પડી ગયો તો તે ઊઠી શક્યો નહીં. આશ્ર્ચર્યની વાત એ છે કે આ ડાન્સ જોનારા લોકો વિશ્વાસ જ ન કરી શક્યા કે હાર્ટ એટેક આવ્યો છે. અને તે આ ઘટનાને ડાન્સનું સ્ટેપ સમજતા રહ્યા જ્યારે યોગેશ લાંબા સમય સુધી જાગ્યો ન હતો ત્યારે અન્ય કલાકારો તેની પાસે પહોંચ્યા હતા.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભગવાન શંકરનો રોલ કરી રહેલા કલાકાર તેમની પાસે પહોંચ્યા અને યોગેશને ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ઊભો થઈ શક્યો નહીં. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. યોગેશને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. જુઓ વિડિયો..

Niraj Patel