આવો વીડિયો આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, મહિલાએ જેવું જ ભેંસને કહ્યું ડાન્સ કરવાનું કે તરત ભેંસ પણ ઉછળી ઉછળીને નાચવા લાગી

આજે ઇન્ટરનેટ ઉપર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં ઘણી બધી એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જતા હોઈએ છીએ, ઘણીવાર લોકો ફેમસ થવા માટે પણ એવા વીડિયો બનાવે છે કે જોઈને આપણે પણ આપણું હસવું રોકી ના શકીએ. ત્યારે હાલ એક ભેંસનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આપણે બધાએ “ભેંસ આગળ ભાગવત” એવી કહેવત જરૂર સાંભળી હશે, પરંતુ ભેંસ આગળ ડાન્સ કોઈ દિવસ જોયો છે ? ત્યારે હાલ વાયરલ થઇ રહેલો એક વીડિયો એવો જ છે. જેમાં એક મહિલા ભેંસને ડાન્સ કરવાનું કહે છે અને પછી ભેંસ પણ તેની વાત માની અને ડાન્સ કરવા લાગી જાય છે. જે વીડિયો લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એમ મહિલા ભેંસ આગળ આવીને ઉભી રહી છે અને પછી તે ડાન્સ કરવાનું ચાલુ કરે છે. મહિલાને ડાન્સ કરતા જોઈને ભેંસ પણ નાચવા લાગે છે અને પછી ઉભી રહી જાય છે. ત્યારે મહિલા ડાન્સ કરતા કરતા જ ભેંસને પણ ડાન્સ કરવાનું કહે છે અને ભેંસ પણ જાણે મહિલાની વાત સમજી ગઈ હોય તેમ કૂદી કૂદીને નાચવા લાગે છે. આ જોઈને આજુભાજુ ઉભેલા બાળકો પણ હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by SAKHT LOGG 🔥 (@sakhtlogg)

વાયરલ થઇ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચુક્યા છે તેમજ સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને અંદર ફની કોમેન્ટ કરી રહ્યા છે. કોઈ એમ પણ કહી રહ્યું છે કે આવો વીડિયો મેં પહેલીવાર જોયો. તો ઘણા લોકો ભેંસના ડાન્સના વખાણ પણ કરી રહ્યા છે.

Niraj Patel