ગોવિંદાના આ ફેમસ ગીત પર લગ્નની અંદર જબરદસ્ત ડાન્સ કરી રહ્યું હતું ટેણીયું, ત્યારે જ થયું એવું કે નીચે પડ્યો અને પછી તેની મમ્મીએ… જુઓ વીડિયો

ડાન્સ કરીને આ ટેણીયો જીતી રહ્યો હતો લોકોના દિલ, ત્યારે જ ઘટી એવી ઘટના કે તેની મમ્મીએ દોડીને… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર કઈ ઘટના ક્યારે વાયરલ થઇ જાય એ કોઈ નથી જાણતું.  ત્યારે હાલ દેશભરમાં લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા વીડિયો સતત વાયરલ થતા હોય છે અને ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ત્યારે લગ્નમાં ડાન્સ વીડિયો પણ ખુબ જ વાયરલ થતા હોય છે.

ઘણા લોકો એવા હોય છે જે લગ્નમાં વિચિત્ર ડાન્સ કરીને ચર્ચામાં આવતા હોય છે તો ઘણા લોકો શાનદાર ડાન્સ કરીને ચર્ચામાં આવતા હોય છે. ત્યારે હાલ એવો જ એક ટેણીયાનો ડાન્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ટેણીયો પોતાના ડાન્સથી લોકોના દિલ જીતી રહ્યો છે પરંતુ અચાનક જ તેની સાથે ચોંકાવનારું બને છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લગ્નનો માહોલ સજેલો છે અને કેટલીક મહિલાઓ એક સ્ટેજ જેવી જગ્યામાં બેઠી છે, ત્યારે જ એક ક્યૂટ છોકરો ત્યાં ગોવિંદાના ફેમસ ગીત “આપકે આ જાને સે..” પર ડાન્સ કરે છે. તેના ડાન્સ સ્ટેપ એટલા શાનદાર છે કે દરેક વ્યક્તિને તે જોવાનું મન થાય.

 

View this post on Instagram

 

A post shared by Nunkwin (@nunkwin_0fficial)

પરંતુ ડાન્સ કરતા કરતા તે અચાનક પાછળ તરફ જાય છે અને તે પડી જાય છે. ત્યારે તેની મમ્મી ઝડપથી ત્યાં આવે છે અને તેને ઉભો કરીને તેનો ઉત્સાહ વધારે છે. ટેણીયો પણ તેના રંગમાં આવીને જાણે કઈ થયું નથી એમ વિચારીને ડાન્સ કરવા લાગે છે. ત્યારે આ વીડિયોને લોકો હવે ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ટેણીયાની મમ્મીનો સાઈડ ફેસ કોમેડિયન ભારતી જેવો લાગતો હોવાની લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel