કન્યાની સામે જ વરરાજાએ “માન મેરી જાન” ગીત પર કર્યો એવો ડાન્સ કે મહેમાનો પણ જોતા જ રહી ગયા, જુઓ વીડિયો

સ્ટેજની બાજુમાં સોફા પર કન્યા પાસે બેઠેલા વરરાજાએ કિંગનું ગીત વાગતા જ ઉભા થઈને કર્યો એવો ડાન્સ કે કન્યા પણ જોઈને… જુઓ વીડિયો

લગ્નએ એક ખુશીની પ્રસંગ હોય છે જેમાં એક નહિ પરંતુ બે પરિવાર એકબીજા સાથે જોડાતા હોય છે. આ દરમિયાન ચારેય તરફ ખુશીઓ પણ વેરાયેલી હોય છે. વળી આજે તો લગ્નની જેમ જ સગાઈમાં પણ લગ્ન જેવી જ રંગત જોવા મળતી હોય છે. ઇન્ટરનેટ પર સગાઈ અને લગ્નના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે.

વર હોય કે દુલ્હન લગ્નનો દિવસ બંને માટે ખૂબ જ ખાસ હોય છે, બંને તેને વધુ ખાસ બનાવવા માટે શું નથી કરતા. કેટલાક અલગ રીતે બોલીને દિલ જીતી લે છે તો કેટલાક ડાન્સ દ્વારા દિલમાં અલગ જગ્યા બનાવી લે છે. હાલમાં જ એક એવો વીડિયો સામે આવી રહ્યો છે, જેને જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે. આ વાયરલ વીડિયોમાં ‘માન મેરી જાન’ ગીત પર વરરાજાનું ડાન્સ પર્ફોર્મન્સ દુલ્હનનું દિલ ચોરી રહ્યું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે તેમના આ ખાસ દિવસે વરરાજા તેની પ્રિય દુલ્હનને સરપ્રાઈઝ આપતા જોવા મળે છે. વીડિયોમાં દુલ્હનની બાજુમાં બેઠેલો વર અચાનક ‘તુ માન મેરી જાન’ ગીત પર પરફોર્મ કરવા લાગે છે, જેને જોઈને દુલ્હન ઈમોશનલ થઈ જાય છે. વીડિયોમાં વરને ડાન્સ કરતા જોઈને દુલ્હન તેને પ્રેમથી જોઈ રહી છે. આ વીડિયોએ માત્ર દુલ્હન જ નહીં પરંતુ ઈન્ટરનેટ પબ્લિકનું પણ દિલ જીતી લીધું છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર madoverthumkas નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક સરપ્રાઈઝ પરફોર્મન્સ એટલું સારું કે સમગ્ર દર્શકો તમારી ચીયર્સક્વોડ બની જાય.’ આ વીડિયોને અત્યાર સુધીમાં 5.6 મિલિયન કરતા વધુ વાર જોવામાં આવ્યો છે. આ ઉપરાંત આ વીડિયોને 5 લાખ 99 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જે લોકોએ વીડિયો જોયો છે તે યુઝર્સ તેના પર એકથી વધુ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel