ખબર

સાડી પહેરીને યુવતીએ કર્યો એવો ડાન્સ કે જોનારનું મોઢું ખુલ્લું રહી ગયું

હૂપ ડાન્સર એશ્ના કુટ્ટીએ ‘ગેંદા ફૂલ’ ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સાડી પહેરીને નાચવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ તેણે સાડી સાથે હુલા હૂપ સાથે આ ગીત પર ડાન્સ કર્યો હતો. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ સાથે જ આ ડાન્સને સૌથી જબરદસ્ત ગણાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Eshna Kutty (@eshnakutty) on

23 વર્ષની એશ્ના કુટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ વીડિયો શેર કર્યો છે. તેનો વીડિયો તરત જ ટ્વિટર પર વાયરલ થવા લાગ્યો હતો. લોકો તેના ડાન્સની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોને તેની માતા અને પત્રકાર ચિત્રા નારાયણન દ્વારા ટ્વિટર પર રીટ્વીટ કરવામાં આવ્યો છે. તેણે વીડિયો શેર કરતાં લખ્યું કે, ‘સવારે ઘણા બધા વોટ્સએપ મેસેજ સાથે ઉઠી હતી. મારી પુત્રીને મળો, જેમણે #sareeflow ટ્રેડ પર ડાન્સ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Eshna Kutty (@eshnakutty) on

વીડિયોમાં તેની એશ્રા મરૂન સાડી અને સ્નીકર્સ પહેરીને દિલ્હી 6 ના પ્રખ્યાત ગીત પર ડાન્સ કરતી જોવા મળી શકે છે. તેણે ડાન્સ માટે હુલા હૂપનો પણ ઉપયોગ કર્યો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ફેન્સ પણ આ વીડિયોના વખાણ કરતા થાકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Eshna Kutty (@eshnakutty) on

જણાવી દઈએ કે,એશ્ના સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 65 હજારથી વધુ ફોલોઅર છે. આ લખાય છે ત્યાં સુધીમાં આ વીડિયોને 7 લાખથી વધુ લોકોએ જોયો છે.

જુઓ વિડીયો

 

View this post on Instagram

 

A post shared by Eshna Kutty (@eshnakutty) on