ઝુપડ પટ્ટીમાં ઉછરી હતી આ આદિવાસી છોકરી, માંએ મજૂરી કરીને ભણાવી, ડેપ્યુટી મેયર બનીને રચ્યો ઇતિહાસ

ઝુપડ પટ્ટીમાં ઉછરી હતી આ આદિવાસી છોકરી, માંએ મજૂરી કરીને ભણાવી, માત્ર 21 વર્ષમાં ડેપ્યુટી મેયર બનીને રચ્યો ઇતિહાસ

મહેનત અને ધૈર્ય દરેક વ્યક્તિને પોતાનું મુકામ હાંસિલ કરાવી શકે છે.પોતાના પર ભરોસો હોય તો સફળતા મળતા વાર નથી લાગતી. એવી જ કહાની ઝુપડપટ્ટીની રહેનારી છોકરી દમયંતી માંઝીની છે જેણે નાની ઉંમરે એવું કરી બતાવ્યું કે, તેનું નામ ઇતિહાસમાં સવર્ણ અક્ષરોમાં દર્જ થઇ ગયુ. દમયંતીએ બીજેડીના ટિકિટ પર કટકનું નગર નિગમ ચૂંટણી લડી અને હવે તે ડેપ્યુટી મેયરની ખુરશી સંભાળશે. આવો તો જાણીએ દમયંતીની ડેપ્યુટી મેયર બનવા સુધીની સંઘર્ષની કહાની.

ઝુગ્ગી બસ્તિમાં રહેનારી 21 વર્ષની દમયંતી માંઝી કટક નગર નિગમની સૌથી નાની ઉંમરની ડેપ્યુટી મેયર બની ચુકી છે. શહેરમાં ડેપ્યુટી મેયરનું પદ સંભાળનારી દમયંતી પહેલી આદિવાસી મહિલા છે. એમકોમમાં અભ્યાસ કરનારી દમયંતીને 7 એપ્રિલના રોજ નિર્વિરોધ કટકની ડેપ્યુટી મેયર તરીકે પસંદ કરવામાં આવી હતી. તે અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની ડેપ્યુટી મેયર છે.

ઝુગ્ગી બસ્તીમાં રહેતી દમયંતી ત્રણ ભાઇ-બહેનોમાં સૌથી મોટી છે. વર્ષ 2017માં તેના પિતાની મોત થઇ ગઈ હતી અને તેની માં ઘર ચલાવવા માટે મજૂરના રૂપે કામ કરતી હતી.દમયંતી પણ માં સાથે મજૂરી કામ કરતી હતી.દમયંતીએ મજૂરી કામની સાથે સાથે અભ્યાસ પણ કર્યો અને ઝુગ્ગીના બાળકોને ટ્યુશન પણ ભણાવ્યું હતું. દમયંતીની જીત ઘણા કારણોને લીધે ખાસ છે કેમ કે તે ન તો રાજનીતિક પરિવારથી આવે છે અને ન તો પહેલા ક્યારેય ચૂંટણી લડી છે.

દમયંતીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે,”હું રાજનીતિમાં એકદમ નવી હતી, કેમ કે અમારા વાર્ડમાં પાર્ષદના પદ પર અનુશુચિત જનજાતિ(એસટી)ના ઉમ્મીદવાર માટે આરક્ષિત છે, માટે સત્તાધારી દળે મને પાર્ટીની ઉમ્મીદવાર બનાવવા માટે સંપર્ક કર્યો”.દમયંતીએ પાર્ટી અધ્યક્ષ અને મુખ્યમંત્રી નવીન પટનાયક, અન્ય કાર્યકર્તાઓ અને પોતાના નિર્વાચન ક્ષેત્રના લોકોનો આભાર માનતા કહ્યું કે પોતે તે બધા માટે કામ કરવાનું યથાવત રાખશે. તે કટકમાં લાંબા સમયથી ચાલી રહેલી સમ્યાઓનું સમાધાન કરવા માંગે છે.

દમયંતી ખરાબ પાણી, ટ્રાફિક જામ, પાણીનો ભરાવો, અનિયમિત પાણીની આપૂર્તિ અને ખરાબ સ્ટ્રીટ લાઈટ વગેરે જેવી સસમ્યાઓનું સમાધાન કરવા માંગે છે.દમયંતીએ કહ્યું કે,”મારો મુખ્ય હેતુ આવી સમસ્યાઓ અને દરેક કોઈની મદદ અને ઉકેલ કરવાનો છે”. પોતાના અભ્યાસ વિષે વાત કરતા દમયંતીએ કહ્યું કે તે પોતાના અભ્યાસ અને રાજનીતિને સમાન મહત્વ આપશે, તે જલ્દી જ પોતાની માસ્ટર ડિગ્રી મેળવી લેશે જેના પછી તે પોતાનો બધો સમય રાજનીતિને આપશે.

Krishna Patel