હાથની રેખાઓ દ્વારા આપણા ભવિષ્યને પણ જોઈ શકાય છે, ઘણા જ્યોતિષ શાસ્ત્રીઓ આપણા હાથની હથેળીમાં રહેલી રેખાઓ દ્વારા જ આપણા ભવિષ્યને વાંચતા હોય છે. હથેળીમાં રહેલી રેખાઓ તમારા ભાગ્યનો ઉલ્લેખ કરે છે, તેવું જ એક ડમરુંનું નિશાન પણ હાથની હથેળીમાં બનતું હોય છે, ઘણા લોકોને આ નિશાન ક્યાં બને છે તેની ખબર પણ નથી હોતી, હથેળીમાં ડમરુંનું નિશાન ખુબ જ શુભ માનવામાં આવૅ છે. આ નિશાન વાળા લોકો સફળતા નિશ્ચિત પ્રપાત કરે છે, ચાલો જોઈએ આ નિશાન ક્યાં અને કેવી રીતે બને છે.

હથેળીમાં ડમરુંનું નિશાન:
જે લોકોના હથેળીમાં ડમરુંનું નિશાન બને છે એ ખુબ જ શુભ સંકેત આપે છે. હસતશાસ્ત્ર પ્રમાણે જે લોકોની હથેળીમાં ડમરુંનું નિશાન હશે એ લોકોના જીવનમાં ધનની ખોટ ક્યારેય નહીં આવે. આ લોકો પોતાના કેરિયરમાં પણ ઉંચાઈઓનો સ્પર્શ કરે છે સાથે પોતાનો વધુ સમય તે મેડિટેશન અને યોગની પાછળ વ્યથિત કરે છે. હથેળીમાં ડમરુના નિશાન વાળા લોકો ખુબ જ ધાર્મિક હોય છે. આવા લોકોની પરિવારમાં અને સમાજમાં પણ એક અલગ ઓળખ હોય છે.

ગુરુપર્વત ઉપર ડમરુંનું નિશાન:
જે લોકોની હથેળીના ગુરુ પર્વત ઉપર ડમરુંનું નિશાન હોય છે તવા જાતકો જીવનમાં કોઈ ઊંચું સ્થાન ગ્રહણ કરે છે. આ પ્રકારના લોકો કોઈ હસ્તરેખા જ્ઞાતક અથવા તો હિલરનું કામ કરે છે. હઠેળમાં ડમરુંનું નિશાન હોવું ખુબ જ શુભ માનવામાં આવે છે જે ઘણા જ ઓછા લોકોની હથેળીમાં હોય છે. આવા લોકો પાસે ધનની ખોટ નથી હોતી.
ડમરુની સાથે બને છે ત્રિભુજનું નિશાન:
જે જાતકોને હથેળીમાં ડમરુના નિશાનની સાથે ગુરુપર્વત ઉપર ત્રિભુજનું નિશાન પણ બને છે તેવા લોકો સરળ સ્વભાવના હોય છે. આવા જાતકોને કોઈ હરાવી શકતું નથી, તે જીવનના દરેક ક્ષેત્રમાં ઊંચાઈઓ ઉપર હોય છે. આવા લોકોને વાતોમાં કોઈ જીતી નથી શકતું, આવા વ્યક્તિઓ દરેક પ્રકારના લોકો સામે અને દરેક પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત ધરાવે છે.

હથેળીમાં ડમરુના નિશાનથી નથી આવતી કોઈ મુશ્કેલી:
જે લોકોની હથેળીમાં ડમરુંનું નિશાન બને છે એવા લોકો હસતશાસ્ત્ર અનુસાર માનસિક રૂપે અને શારીરિક રૂપે એકદમ મજબૂત હોય છે. આવા લોકો કોઈપણ ખરાબ પરિસ્થિતિ કે મુશ્કેલીનો સામનો ભગવન શિવજીની કૃપાથી કરી શકે છે. ડમરુના નિશાનને ખુબ જ પવિત્ર અને શુભ માનવામાં આવ્યું છે, આવા જાતકોને જીવનમાં ધન સપ્તતિની પણ કયારેય કોઈ મુશ્કેલી રહેતી નથી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.