દમણ જતા પહેલા થઇ જાવ સાવધાન, ખુલ્લે આમ ચાલી રહી છે લૂંટ, પ્રવાસીઓને છરીના ઘા ઝીંકીને લૂંટી લેવાયા?

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી લૂંટ અને હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે રજા દરમિયાન ઘણા લોકો કેન્દ્ર સાશિત પ્રદેશ દીવ અને દમણમાં પણ ફરવા માટે જતા હોય છે અને ત્યાં તેમની સાથે ઘણીવાર છેતરપિંડી અને લૂંટના બનાવો બનતા હોય છે. હાલ એવો જ એક મામલો દમણમાંથી સામે આવ્યો છે. જ્યાં પ્રવાસીઓ સાથે લૂંટ થઇ હોવાનું સામે આવ્યું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર સંઘપ્રદેશ દમણમાં આવેલા રામ સેતુ બરિયાવર્ડ બીચ પાસે મહારાષ્ટ્રના મલ્હારથી ફરવા માટે આવેલા બે લોકો સાથે લૂંટની ઘટના બની હતી, જેને લઈને મોટી દમણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિશાલ પટેલે જણાવ્યું હતું કે આ બાબતે નટવર વાઘેલા નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમના મિત્રો મનોજ અને નિર્મલ મહારાષ્ટ્રના મલ્હારથી ફરવા માટે દમણમાં આવ્યા હતા. ગત શુક્વારે સવારે 7-8 વગાયાની આસપાસ બરિયાવર્ડ બીચ ઉપર ફરી રહ્યા હતા ત્યારે જ બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા અને તેમને રોકી લીધા હતા, જેના બાદ તે બંનેમાંથી એક વ્યક્તિએ છરી કાઢી અને પ્રવાસીઓના ગળા ઉપર રાખી ગળામાં પહેરેલી સોનાની ચેઇન કાઢી લીધી હતી. આ ઉપરાંત 6000 રૂપિયાની કિંમતનો મોબાઈલ પણ લૂંટી લેવામાં આવ્યો હતો.

ત્રણેય પ્રવાસીઓ સાથે લૂંટ કર્યા બાદ તેમને પાછળથી દોરડા વડે બાંધી દેવામાં આવ્યા હતા. તેમને ત્યાં જ રોકાવવાનું કહીને લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા, આ ઘટના વહેલી સવારે બનેલી હોય બીચ ઉપર કોઈ ખાસ અવાર જવર પણ નહોતી. બંને લૂંટારુઓ ગુજરાતીમાં જ વાત કરી રહ્યા હતા.

થોડીવાર બાદ જયારે લોકોની અવાર જવર શરૂ થઇ ત્યારે પ્રવાસીઓએ રોડ ઉપર આવીને પોતાની આપવીતી જણાવી હતી. જેના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલામાં પુછપરછ કરતા બંને આરોપીઓની ઓળખ પણ કરી લીધી છે અને તેમને ઝડપી પાડવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામા આવી છે.

Niraj Patel