દમણમાં પેરાસેલિંગ દરમિયાન અચાનક જ હવામાં ફંગાળાઇ સહેલાણીએ પટકાયા જમીન પર, જુઓ રૂંવાજા ઊભા કરી દેનારો વીડિયો

ગુજરાતમાંથી ઘણીવાર એવી એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં કેટલાક લોકોના દર્દનાક મોત થતા હોય છે, તો કેટલાક લોકોના દર્દનાક અકસ્માત થતા તેઓ ઇજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે હાલ દમણમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં દમણના જમપોર બીચ પર અલગ અલગ સુવિધાઓ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે. જેમાં બોટિંગથી લઇને પેરાગ્લાઇડિંગની મજા પણ પ્રવાસીઓ માણી શકે છે. તેવામાં હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

જેમાં 3 સહેલાણીઓ પેરાસેલિંગની મોજ માણી રહ્યા હતા અને અચાનક હવામાં તેઓ ફંગોળાયા હતા, જેના કારણે વાતાવરણ પણ ચીસોથી ગુંજી ઉઠ્યુ હતુ. જે બાદ તેઓ થોડી જ સેકન્ડમાં બીચ પર પટકાયા હતા. આ ઘટનાનો વીડિયો આસપાસના લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો, જે હાલ વાયરલ થઇ રહ્યો છે. જણાવી દઇએ કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઇનો જાનહાની થઈ નથી. પરંતુ ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

ઇજાગ્રસ્ત પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીથી આવેલા કેટલાક સહેલાણીઓ દમણના જમપોર બીચ પર પેરાસેલિંગ માટે તૈયાર થયા અને આ દરમિયાન દરિયા કિનારે પેરાસિલીંગ કરાવતી સ્પોર્ટ્સ એડવેચરસ એજન્સી દ્વારા પેરા સીલીંગ પર 2 સહેલાણીઓ અને એજન્સીનો એક રાઇડર પેરાસીલીંગ કરાવવા સહેલાણીઓને લઇ હવામાં ઊંચે ઊડ્યા હતા.

આ દરમિયાન જ દરિયા કિનારે તોફાની પવન હોવાથી 2 સહેલાણીઓ સાથે ત્રણેય લોકો અચાનક જ હવામાં ફંગોળાયા અને ત્યારબાદ નીચે પટકાયા. આ ઘટનાથી ત્યાં હાજર લોકોના તો જીવ તાળવે ચોંટી ગયા હતા. તેઓ નીચે પટકાતા જ દોડધામ મચી જવા પામી હતી અને ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Shah Jina