ખબર

ઈજાગ્રસ્ત દીકરાને ખાટલા પર લાદીને 900 કીલોમિટર દૂર ઘર માટે નીકળી પડયા આ મજૂરો

કોરોના વાયરસ અને લોકડાઉનની આ મહામારીના સમયમાં એવી એવી તસ્વીરો સામે આવી રહી છે, જ્યાં મજૂરો એકલા જ કે પોતાના પરિવાર સાથે પગપાળા ચાલીને પોતાના ઘરે જઈ રહ્યા છે. કોઈ ચાલીને, કોઈ સાઇકલ લઈને કે કોઈ બળદગાડા દ્વારા ઘરે જવા માટે મજબુર બની ગયા છે. જેમાના અમુકની રસ્તામાં જ મૃત્યુ થઇ જવાની પણ ખબરો સામે આવી ચુકી છે. એકવાર ફરીથી આવી જ એક તસ્વીર સામે આવી છે જેને જોઈને તમારું હૃદય પણ પીગળી શકે છે.

Image Source

સોશિયલ મીડિયા પર સામે આવેલો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મજુર પોતાના ઈજાગ્રસ્ત દીકરાને ખાટલાના સહારે ખમ્ભા પર લાદીને લઇ જઈ રહ્યા છે. તેની સાથે પરિવારના ઘણા લોકો અને મજૂરો પણ છે જેઓ તેની મદદ કરી રહ્યા છે. વારા ફરતી લોકો આ ખાટલાને ઊંચકવામાં મદદ કરી રહ્યા છે.

Image Source

વિડીયો એક મીડિયા પત્રકાર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે. રિપોર્ટના આધારે આ મજૂરનું નામ બૃજેશ છે જે પોતાના પરિવાર અને બીજા અમુક મજૂરો સાથે ઈજાગ્રસ્ત દીકરાને ખાટલામાં ઊંચકીને પંજાબથી નીકળા છે, કાફલામાં કુલ 15 લોકો છે. પત્રકારે જણાવ્યું કે આ મજુર મધપ્રદેશના સીંગરૌલીના રહેનારા છે અને તેઓ પંજાબમાં રહીને કામ કરી રહ્યા હતા. પણ હવે કામ ન મળવાને લીધે તેઓ પાછા પોતાના ઘરે જઈ રહ્યા છે. કોઈ વાહનો પણ ન મળવાને લીધે ઈજાગ્રસ્ત દીકરાને લઈને પંજાબથી મધ્યપ્રદેશ માટે નીકળી પડયા છે.

Image Source

જો કે સરકારના તફથી પ્રવાસી મજૂરોને ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સિવાય અમુક બૉલીવુડના દિગ્ગ્જ લોકો પણ મજૂરોને ઘરે પહોંચાડવા માટેના પગલાં લઇ રહ્યા છે.

જુઓ વિડીયો….

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.