અજબગજબ

6 વર્ષથી દુકાનમાં ટીંગાળી રાખ્યા હતા ફાટેલા કપડાં, જાણો અંદર શું મળે છે

મધ્યપ્રદેશના બાલાઘાટના વારાસિવની વિસ્તારમાં માનીબાઈ ગોલછા સાડી અને રેડીમેડ ના નામથી એક દુકાન છે. દુકાનની બહાર પણ ઘણા કપડાઓ ટાંગેલા રાખેલા છે પણ ચોંકાવનારી વાત એ છે કે દુકાનની બહાર જે કપડા લાગેલા છે તે એકદમ જુના અને તૂટેલા-ફાટેલા છે.

Image Source

મોટાભાગે દુકાનની બહાર ડિપ્સલે પર લોકોને આકર્ષિત કરવા માટે એકદમ સુંદર અને ડિઝાઈનર કપડા રાખવામાં આવે છે પણ પિયુષ નામના વ્યક્તિની આ દુકાનની બહાર આગળના છ વર્ષથી ફાટેલા કપડા રાખેલા છે.

સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે પીયૂષે વર્ષ 2018 માં 12 ધોરણ પાસ કર્યું હતું જેના પછી બી.કોમ અને એમ.કોમ પણ કર્યું. જેના પછી સીએના ટ્યુશન માટે રાયપુર ચાલ્યો ગયો પણ આ વચ્ચે તેના પિતાની તબિયત ખરાબ થઈ જવાને લીધે પિયુષને ઘરે આવવું પડ્યું. જેના પછી પીયૂષે કપડાની દુકાન ખોલવાનો નિર્ણય લીધો.

Image Source

જૈન ધર્મમાં માનનારો પિયુષ પોતાની દુકાન સવારે 8 વાગતા જ ખોલી નાખે છે, તેના ઘરે જ દુકાન બનાવવામાં આવી હતી. જો કે દુકાનની બહાર ફાટેલા કપડા જોઈને લોકો હસે છે પણ જ્યારે તેઓ દુકાનની અંદર જાય છે તો હેરાન જ રહી જાય છે.

Image Source

કેમ કે પિયુષની આ દુકાનમાં એકથી એક વસ્તુ મળે છે. પુરી બજારમાં 80 થી 90 દુકાનો છે પણ પિયુષની દુકાન બધાથી અલગ જ છે. દુકાનની બહાર ફાટેલા કપડા રાખવા પર પીયૂષનું કહેવું છે કે તે બહાર ડિસ્પ્લે પર સારા સારા સુંદર કપડા રાખીને લોકોને આકર્ષિત કરવામાં અને ડિસ્પ્લેને એકદમ સુંદર રીતે કપડાથી શણગારવામાં પૈસા વેડફવામાં બિલકુલ પણ નથી માનતો.

Image Source

પીયૂષે પોતાની આ દુકાન દ્વારા ખુબ નામના પણ મેળવી છે અને દુકાનની બહાર ફાટેલા કપડાં રાખીને ‘જે દેખાય છે તે વેંચાય છે’ વાક્યને જ બદલાવી નાખ્યું. દુકાનની બહાર કપડાની આવી ખરાબ હાલત અને દુકાનની અંદર દરેક પ્રકારના સુંદર સુંદર અને દરેક સાઈઝના કપડા જોઈને લોકો હેરાન જ રહી જાય છે. જો કે પિયુષની આવી તરકીબને લીધે, બહાર ડિપ્સલે પર ચકાચોંધ કરનારી દુકાનો કરતા પોતાના દુકાનની કમાણી વધારે થાય છે.