સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ વિડીયો આપણે જોતા હોઈએ છીએ, આ વાયરલ વિડીયોને જોતા એવું લાગે જાણે ના થાવનું થઇ ગયું. હાલ એક એવો જ વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક લકઝરીયસ કારણો એક ખરાબ પાર્કિંગની ટેક્નિકના કારણે કબાડો થતો જોવા મળે છે.

વાયરલ થઇ રહેલા વિડીયોની અંદર જોવા મળી રહ્યું છે કે યુકેમાં એક વ્યક્તિ પોતાની લકઝરીયસ પોર્શ કારણે પાર્ક કરવા જઈ રહ્યો છે. ત્યારે જ ભૂલથી તે બ્રેકની જગ્યાએ એક્સિલેટર ઉપર પગ મૂકી દે છે અને પછી થઇ જાય છે 80 લાખની શાહી કારનું સત્યાનાશ.

આ કાર પાર્કિંગ એરિયામાંથી બહાર આવીને બીજી કાર ઉપર જઈને ધડામ દઈને પડે છે. હવે સોશિયલ મીડિયામાં આ પાર્કિંગને અત્યાર સુધીની સૌથી ખરાબ પાર્કિંગ કહેવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં તેનો વિડીયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
Ooooops 😂🤣😂 pic.twitter.com/GwbwWWLO8l
— Andy 💪🏼 (@oldschoolbiker4) November 19, 2020
આ ઘટનાની અંદર ડ્રાઈવરને કી નુકશાન નથી થયું. મળતી માહિતી પ્રમાણે કાર માલિકે આ લકઝરી પોર્શ કારને 5 દિવસ પહેલા જ 83,000 પાઉન્ડ એટલે કે 81 લાખ રૂપિયામાં ખરીદી હતી.