પટેલ સાથે લગ્ન પછી તરત જ હનીમુન પર નીકળી એક છોકરાની મા દલજીત કૌર, બોલ્ડ લુક પર અટકી ગઇ ચાહકોની નજર

નિખિલ પટેલ સાથે હનીમુન માણી રહી છે ખુબસુરત હિરોઈન દલજીત કૌર, બોલ્ડ લુક જોઇ લોકો પણ પૂછવા લાગ્યા કે- શું આજ સંસ્કાર છે…

ટીવી અભિનેત્રી દલજીત કૌર તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ નિખિલ પટેલ સાથે 18 માર્ચ 2023ના રોજ લગ્નના બંધનમાં બંધાઇ છે. આ ખાનગી સમારોહમાં કપલના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ સામેલ થયા હતા. લગ્ન બાદ દલજીત તરત જ હનીમુન પર નીકળી છે અને તેણે આ દરમિયાનની તસવીરો પણ શેર કરી છે. તસવીરોમાં દલજીત ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે. બંને એક રેસ્ટોરન્ટમાં ઉભા રહીને રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે.

અભિનેત્રી બ્લેક ક્રોપ ટોપ અને શોર્ટ સ્કર્ટમાં જોવા મળી હતી. આ સાથે તેણે લગ્નનો ચુડો, મંગળસૂત્ર કેરી કર્યુ હતુ અને સિંદુર પણ લગાવ્યુ હતુ. જ્યારે નિખિલ બ્લુ કલરની ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળ્યો હતો. આ તસવીરો પોસ્ટ કરતાં દલજીત કૌરે કેપ્શનમાં તેને પોતાની પહેલી ઓફિશિયલ ડેટ ગણાવી હતી.

દલજિતે તેની ઈન્સ્ટા સ્ટોરી પર કેટલીક તસવીરો અને વીડિયો પણ શેર કર્યા, જેમાં તે હોટલના રૂમમાં જોવા મળી હતી. ફેન્સ તેની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, મેમ બધુ બરાબર છે પરંતુ જો તમે ટ્રેડિશનલ પહેર્યા હોત તો તમે વધુ સુંદર દેખાતા હોત. અન્ય એક યુઝરે લખ્યું, તમે બંને હંમેશા ખુશ રહો. જણાવી દઈએ કે દલજીત કૌર અને નિખિલની સગાઈ આ વર્ષે જાન્યુઆરીમાં થઈ હતી.

દલજીતના આ બીજા લગ્ન છે, આ પહેલા તેણે બિગબોસ ફેમ અને ટીવી અભિનેતા શાલિન ભનોટ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે જેનો જન્મ 2014માં થયો હતો. દલજીત ટૂંક સમયમાં તેના બિઝનેસમેન પતિ નિખિલ પટેલ સાથે વિદેશ જવા રવાના થશે. તેનો પુત્ર તેની સાથે જ રહેશે. જણાવી દઇએ કે, નિખિલને પણ પહેલા લગ્નથી બે પુત્રીઓ છે.

દલજીત અને નિખિલના લગ્નની વાત કરીએ તો, દલજીત કૌર રેડ અને વ્હાઇટ સુંદર કોમ્બિનેશન લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. લગ્નમાં કપલ અદ્ભુત દેખાઈ રહ્યું હતુ. દલજીતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની તસવીરોની સાથે સાથે પ્રી વેડિંગ સેરેમનીની પણ ઘણી તસવીરો શેર કરી હતી.

અભિનેત્રીએ લગ્નની તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું હતુ, ‘એક નવો અધ્યાય શરૂ થયો છે…’ લગ્નની તસવીરમાં દલજીત કૌરના દીકરા સાથે તેની સાવકી પુત્રી પણ જોવા મળી હતી. દલજીતે કેપ્શનમાં ‘મિસ્ટર એન્ડ મિસિસ પટેલ.’ પણ લખ્યુ હતુ.

Shah Jina