હાઇ ફે્ન્ડસ,કેમ છો?
આજે હું તમારા માટે એવી ટે્ડીશ્નલ વાનગી લઇને આવી છુ જે બધાની ઓલટાઈમ ફેવરીટ વાનગી છે. કિડ્સ માટે પણ ખૂબ જ હેલ્ધી છે. તો આજે જ બનાવો મારી આ રેસીપી.
સામગ્રી
- ઘઉંના ફાડા(દલિયા)-1 બાઉલ
- મગની મોગર દાડ-1 બાઉલ
- બટાકા-1 નંગ(કાપેલા)
- લીલા વટાણા-1/2 કપ
- લીલી ડુંગડી-અડધો કપ
- લીલુ લસણ-1/4 કપ
- સીંગદાણા-8-10 દાણા
- તમાલપત્ર-1
- મીઠો લીમડો-વઘાર માટે
- સુકુ લાલ મરચુ-1
- લીલા મરચા આદુની પેસ્ટ-1 ટેબલ સ્પૂન
- લાલ મરચુ-1 ટી સ્પૂન
- હડદર-1 ટી સ્પૂન
- ધાણાજીરુ-1 ટી સ્પૂન
- ગરમ મસાલો-1 ટી સ્પૂન
- હીંગ-હાફ ટી સ્પૂન
- તેલ/ઘી-2 ટેબલ સ્પૂન
- જીરૂ-1 ટી સ્પૂન
- મીઠુ- સ્વાદ મુજબ
- કોથમીર-ગાનીશૅીંગ માટે
- કાજુ-દ્રાક્ષ-ગાનીશૅીંગ માટે
રીત:
દલિયા અને મગની દાડને સરખી રીતે ધોઈને અડધો કલાક માટે પલાડી દો.
કુકરમાં તેલ મુકીને વઘાર આવે એટલે જીરૂ, મીઠો લીમડો, સુકુ લાલ મરચુ, તમાલપત્ર, સીંગદાણા ઉમેરીને સાંતડો.
તેમાં આદુ મરચાની પેસ્ટ, બટાકા, લીલા વટાણા, લીલી ડુંગડી, લીલુ લસણ ઉમેરીને સાંતડો.
તેમાં બધો મસાલો ઉમેરીને સાંતડીને 3 કપ પાણી ઉમેરીને કુકર બંધ કરીને ફાસ્ટ ફ્લેઈમ પર 1 વિસલ થવા દો.
ત્યારબાદ 2 મિનિટ ધીમી આંચ કરીને રાખો.
પછી મિડિયમ આંચ પર 3 વિસલ થાય એટલે ગેસ બંધ કરી દો.
કુકર ઠરે એટલે ખીચડીને કોથમીર અને કાજુ દ્રાક્ષથી ગાનૅીશ કરીને સવૅ કરો.
તો તૈયાર છે એકદમ હેલ્ધી દલિયા ખિચડી.
વેરીયેશન:
બીજા વેજીટેબલ્સ જેમ કે ગાજર, કેપ્સીકમ, ફણસી ઉમેરી શકો છો.
વઘારમાં મેથીયો મસાલો ઉમેરી શકો છો.
ક્વિક રીકેપ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks