રસોઈ

“દાલ રાયસીના” રાષ્ટ્રપતિ ભવનની ખાસ ડીશ જે આજે ડોનાલ્ડ ટ્રમ્પને ખવડાવવામાં આવશે, નોંધી લો રેસિપી ફટાફટ

ડોનાલ્ડ ટ્રમ્પનો બે દિવસનો પ્રવાસ આજે રાત્રે પૂર્ણ થશે પરંતુ એ પહેલા આજે રાત્રે ટ્રમ્પ અને તેમનો પરિવાર રાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડિનર લેવાનો છે અને આ ડિનરમાં કેટલાય પ્રકારના વ્યંજનો બનાવવામાં આવશે જેમાં એક ખાસ વ્યંજન છે “દાલ રાયસીના”.

Image Source

જ્યારથી લોકોને માલુમ થયું છે કે રાષ્ટ્રપતિ ભવનની ખાસ વાનગી છે “દાલ રાયસીના” ત્યારથી લોકો આ વાનગી બનાવવા માટેની રેસિપી શોધી રહ્યા છે અને એટલે જ અમે પણ તમારા માટે આજે “દાળ રાયસીના” બનાવવાની રીત લઈને આવી ગયા છીએ.

Image Source

“દાલ રાયસીના” બનાવવાની સામગ્રી:

 • 1/2 કપ અડદ દાળ (બાફેલી)
 • 1/2 નાની ચમચી જીરું
 • 1 ડુંગળી (બારીક કાપેલી)
 • 1 મોટી ચમચી આદુ (વાટેલું)
 • 1 મોટી ચમચી લસણ (વાટેલું)
 • 2-3 લીલા મરચાં (બારીક કાપેલા)
 • 1 ટામેટું (બારીક કાપેલું)
 • 1 નાની કટોરી ટામેટાનો રસો (પ્યુરી)
 • 1 નાની ચમચી જીરા પાવડર
 • 1 નાની ચમચી ધાણા પાવડર
 • 1 નાની ચમચી ગરમ મસાલો
 • 1 નાની ચમચી હળદર
 • 1 નાની ચમચી કસૂરી મેથી
 • 1 મોટી ચમચી ક્રીમ
 • 1 મોટો ચમચો લીલા ધાણા (કાપેલા)
 • 2 નાની ચમચી તેલ
 • 1 મોટી ચમચી માખણ
 • મીઠું સ્વાદ અનુસાર
 • પાણી જરીરુયાત પ્રમાણે
Image Source

“દાલ રાયસીના” બનાવવાની રીત:

 • ગેસની ધીમી આંચ ઉપર એક ચમચી તેલ અને એક ચમચી માખણ ગરમ કરવા માટે મૂકવું
 • તેલ અને માખણ ગરમ થવાની સાથે જ તેની અંદર જીરું નાખીને શેકવું
 • જીરું શેકાઈ જતા તેની અંદર ડુંગળી, લસણ અને થોડું આદુ નાખીને શેકવું
 • ડુંગળી થોડી શેકાઈ ગયા બાદ તેમાં ટામેટા અને થોડું મીઠું નાખવું અને ત્યારબાદ થોડું પાણી ઉમેરવું જેના કારણે તે નીચેથી બળી ના જાય.
 • જયારે આ મિશ્રણ થોડું તેલ છોડવા લાગે ત્યારે તેની અંદર ટામેટાનો રસો, હળદર, ધાણા પાવડર, જીરા પાવડર, ગરમ મસાલો, લીલા મરચાં નાખીને તવેતાથી હલાવીને 5 મિનિટ સુધી શેકતા રહેવું.
 • 5 મિનિટ બાદ તેની અંદર બાફેલી દાળ નાખી અને બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે પાણી નાખી અને 10 મિનિટ સુધી ઢાંકીને તેને ચઢવા દેવું.
 • 10 મિનિટ બાદ તેની અંદર કસૂરી મેથી, લીલા ધાણા, બાકી બચેલું આદુ અને ક્રીમ નાખીને બરાબર ભેળવી લેવું.
 • બધી વસ્તુઓને બરાબર ભેળવે 2 મિનિટ સુધી તેને ચઢવા દઈ ગેસ બંધ કરી દેવો.

તૈયાર છે તમારે “દાલ રાયસીના”, ગરમ ગરમ જ પીરસી અને ખાવી જેના કારણે તેના આકર્ષક ટેસ્ટને માણી શકાય.

Image Source

કેટલીક ખાસ સૂચનાઓ:

 • દાળ બાફતા પહેલા તેને થોડા કલાક પહેલા પલાળી લેવી.
 • બાફતી વખતે તેમાં તજપત્તા પણ ઉમેરી દેવા
 • પાણી વધારે ના નાખવું જેના કારણે દાળ જાડી રહે
 • તેલ અને માખણ સાથે નાખવાથી ટેસ્ટ વધુ સારો આવે છે.

તો આ હતી “દાલ રાયસીના” જે રાષ્ટ્રપતિ ભવનની સ્પેશિયલ ડીશ માનવામાં આવે છે, હવે તમે પણ એને ઘરે જ સરળતાથી બનાવી શકો છો, આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જેથી અમે બીજી પણ વાનગીઓ તમારા માટે લાવી શકીએ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.