રસોઈ

દાળ મટર પરાઠા રેસીપી: એક વખત ખાધા બાદ વારંવાર ખાવાનું મન થાય, જાણો શું છે તેની રેસિપી

મિત્રો પરોઠા તો દરેક ગુજરાતી ની પહેલી પસંદ છે. અને તેમાં જો બાળકો ને વેરાઈટી મળી જાય તો તેઓ મજા લઈ ને ખાશે. આજે હું તમને જણાંવીશ દાળ વટાણાં નાં પરોઠા ની રેસીપી. ચાલો જાણીએ.

સામગ્રી

 • અડદ ની દાળ – ૨૫૦ ગ્રામ
 • વટાણા – ૨૦૦ ગ્રામ
 • ડુંગળી – ૧ નંગ
 • લીંબુ નો રસ – ૨ ટી સ્પૂન
 • હળદર – સ્વાદાનુસાર
 • મીઠું – સ્વાદાનુસાર
 • મરચું – સ્વાદાનુસાર
 • ધાણાજીરુ – સ્વાદાનુસાર
 • ઘઉં નો લોટ – ૨૫૦ ગ્રામ
 • તેલ – જરુર મુજબ
 • જીરુ – વઘાર માટે
 • રાઈ – વઘાર માટે

રીત

સૌ પ્રથમ ઘઉં નો લોટ પરોઠા નો બાંધો અને સાઇડ માં મૂકી દો. અડદ ની દાળ ને અડધો કલાક પલાળ્યા પછી બાફી લો. પણ બહુ વધુ ન બફાઈ જાય તેનું ધ્યાન રાખવું. વટાણાં ને પણ બાફી લો.

હવે એક કડાઇ માં તેલ મૂકો. તેમાં રાઈ અને જીરુ નો વઘાર કરી ઝીણી સમારેલી ડુંગળી સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન થઈ જાય પછી તેમાં વટાણાં, દાળ, મીઠું, મરચું, હળદર ઉમેરો. થોડી વાર સાંતળ્યા પછી ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો.

હવે બાંધેલા લાટ નાં લૂવા કરી તેમાં દાળ મટર નું પૂરણ ભરી પરોઠા વણી લો. તેને બટર માં શેકી લો.

તો તૈયાર છે દાલ મટર પરાઠા. તો જરુર થી બનાંવજો અને તમારા સ્વજનો ને જરુરથી ખવડાવજો.

લેખક – બંસરી પંડ્યા “અનામિકા”

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ