વાયરલ

કાચાપોચા હૃદય વાળા આ વીડિયો ભૂલથી પણ ના જોતા, દાલમખની અને આઈસ્ક્રીમનું આ કોમ્બિનેશન જોઈને તમારા મગજનો પિત્તો પણ છટકી જશે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ખાણીપીણીને લઈને ઘન બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, જેમાં ખાવાની અવનવી વાનગીઓ જોવા મળે છે. ઘણા ફૂડ બોલ્ગર દ્વારા કેટલીક વાનગીઓ એવી રીતે બનાવવામાં આવે છે જેને જોઈને લોકોનો પિત્તો પણ જતો હોય છે. ઘણા લોકો મેગી સાથે વિચિત્ર અખતરા કરે છે ત્યારે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો હોય છે, તો ઘણા લોકો આઈસ્ક્રીમ સાથે પણ વિવિધ અખતરા કરતા આપણે જોયા છે.

ઘણા લોકો તવા આઈસ્ક્રીમ સાથે બીજી વસ્તુઓ ભેળવતા હોય છે, તો ઘણીવાર તમે જોયું હશે કે સ્વીટ આઈસ્ક્રીમ સાથે તીખી વસ્તુ પણ ભેળવવામાં આવે છે, ત્યારે લોકોનું દિમાગ છટકે છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક વીડિયોએ લોકોનું દિમાગ ખરાબ કર્યું છે, જેમાં એક વ્યક્તિ દાલ મખની સાથે આઈસ્ક્રીમ બનાવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વિચિત્ર વાનગી તૈયાર થતી જોવા મળી રહી છે. જ્યારે તમે રાત્રિભોજન પછી આઈસ્ક્રીમ ખાઓ છો, ત્યારે ખૂબ મજા આવે છે, પરંતુ જો તમે મુખ્ય કોર્સના ભોજનમાં આઈસ્ક્રીમ ઉમેરો અને તમને તે ખાવાનું કહેવામાં આવે તો શું? આવું જ કંઈક તમને આ વીડિયોમાં જોવા મળશે. દાલ મખની, નાન, તવા રોટલી અને ભાત સાથે ખાવામાં આવતી વાનગી, આઈસ્ક્રીમમાં મિક્સ કરવામાં આવી હતી. આટલું જ નહીં તેનો રોલ તૈયાર કરીને લોકોની સામે સર્વ કરવામાં આવ્યો હતો. જોકે, વીડિયો જોયા પછી લોકોએ આ વાનગી સ્વીકારી નહીં પરંતુ તેના વિશે ખરી ખોટી સંભળાવી.

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો અપલોડ થતાં જ લોકોએ પૂછ્યું કેમ ભાઈ? તેને thegreatindianfoodie નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યું છે. વાયરલ થયેલા આ વીડિયો પર એક યુઝરે લખ્યું, ‘હું અહીં નથી રહેવા માંગતો, મારે 90ના દાયકામાં પાછા જવું પડશે.’ અન્ય એક યુઝરે વિડિયો પોસ્ટ કરનાર વ્યક્તિની મજાક ઉડાવી અને લખ્યું, ‘કેપ્શન લખતા પણ ધ્રૂજતા નથી?’ ત્રીજા યૂઝરે લખ્યું, ‘જે પણ આ બકવાસ કરી રહ્યો છે, કૃપા કરીને બંધ કરો.’ એકે તો મજાકમાં લખ્યું કે, ‘દરેકને ઉલ્ટી કરવાનો મોકો મળશે.’