કૌશલ બારડ લેખકની કલમે

દાલ-બાટી-ચૂરમા સિવાય રાજસ્થાનમાં આ પણ ખુબ ફેમસ છે, જે કોઈને ખબર નથી ….

રાજસ્થાનની અત્યંત ફેમસ વાનગી દાલ-બાટી-ચૂરમા વિશે તો કોણ નથી જાણતું?રાજસ્થાનમાં જ નહી,ભારતભરમાં અહીંની આ વાનગી પ્રસિધ્ધ છે.જે પણ રાજસ્થાનમાં ફરવા આવે છે,આનો સ્વાદ અવશ્ય ચાખે છે! પણ આજે અમે તમને રાજસ્થાન સાથે સંકળાયેલી એક એવી માહિતી આપવા જઇ રહ્યાં છીએ જેની ઉપર ઘડીભર તો તમને વિશ્વાસ જ નહી આવે.પણ આ એકદમ સત્ય છે.

વાત જાણે એમ છે કે,જયપુર જીલ્લાના કુહાડાના છાપવાલા ભૈરુંજી મંદિરમાં દરવર્ષે મેળો ભરાય છે.મેળામાં દર વખતે લાખો-હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે.ધર્મપ્રેમી જનતા હૈયેહૈયું દળાય એટલી મેદનીમાં હોય છે!

આશ્વર્યની વાત હવે આવે છે.આ મેળામાં થતા ભંડારા વિશે વાંચીને તમારી આંખો પહોળી થઇ જશે.અહીં પ્રસાદ માટે લગભગ ૧૨૫ ક્વિંટલ ચુરમાના લાડુ બનાવવામાં આવે છે,મતલબ કે સાડા બાર હજાર કિલ્લોનો પ્રસાદ!!

મહા મહિનામાં આ મેળો ભરાય છે.પ્રસાદી તૈયાર કરવા માટે હજારો કંદોઇઓ અને તેમના સહયોગીઓ અનેક દિવસોથી મંડ્યા રહેશે અને ત્યારે જઇને આ પ્રસાદી બને છે!

પ્રસાદ બનાવવા માટે આશરે એકસો ક્વિંટલ ઘઉંનો લોટ,ગાયના દૂધનું દેશી ઘી,ખાંડ,સરસવ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.આ પછી કંદોઇ આના મુઠીયા તળે છે.તળાયેલા મુઠીયાને ટ્રેક્ટરોના ગાડામાં ભરી તેમનો ભુક્કો કરવા થ્રેસરો પાસે લાવવામાં આવે છે!

મુઠીયા દળાયા બાદ એક જેસીબીની મદદથી તેમાં ઘી,ખાંડ,કાજુ,બદામ,સરસવ,ટોપરું વગેરે ઉમેરવામાં આવે છે,મિશ્ર કરવામાં આવે છે.

ચુરમાના લાડુ ઉપરાંત ૨૫ ક્વિંટલ દાળ,૮૦ ક્વિંટલ દૂધનું દહીં ભાવિકોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે.દાળમાં ૫૦૦ કિલો ટામેટાં,૨૦૦ કિલો લીલા મરચાં સાથે ૧૦૦ કિલો કોથમીર અને મસાલો નાખવામાં આવે છે!!

અહીં લાખોની સંખ્યામાં થાળી-વાટકાં મંગાવવામાં આવે છે.લગભગ ડઝનેક પાણીના ટેંકરો અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવે છે.ભંડારા માટે મહિના દિવસ પહેલાંથી લોકો તૈયારીઓમાં લાગી જાય છે.

મેળામાં આવનાર હજારો વાહનો માટે ગામના લોકો પાર્કિંગની વ્યવસ્થા જાતે સંભાળી લે છે.ગ્રામજનોની વ્યવસ્થા જાળવણીની કામગીરી અભિભૂત કરી દેનારી હોય છે.આ મેળામાં રાજનીતી ક્ષેત્રની મોટી હસ્તીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત થાય છે.

લેખક – કૌશલ બારડ

તમે આ લેખ GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!