રસોઈ

રાજસ્થાની બાટીને બનાવની આ અદભુત અને એકદમ સરળ છે, વાંચો દાળ બાટી રેસિપી.

દાળ બાટી એક પારંપરિક રાજસ્થાની વ્યંજન છે જો ભારત ભર માં લોકપ્રિય છે. એમાં ઘી થી લથપથ બાટી અને પાંચ પ્રકાર ની દાળ , લસણ ની ચટણી અને ચૂરમાં સાથે પરોસાય છે. પારંપરિક રીતે બાટી ને સીધી ગરમ લાકડી પર કોલસા પર શેકવા માં આવે છે. આવી રીતે ઘર માં બનાવવું અઘરું છે.ઘરે આ દાળ બાટી બનાવવી સહેલી છે. તમે એ ઓવન માં તો લે તંદુર માં. જો એ ન હોય તો તેલ માં તળી ને બનાવવો.

  • પહેલે થી તૈયારી નો સમય – 20 મિનિટ
 • પકાવવા નો સમય – 35 મિનિટ
 • 2 લોકો માટે
 • સામગ્રી
 • 1 કપ ઘઉં નો લોટ
 • 1/4 કપ રવા
 • એક ચપટી બેકિંગ સોડા
 • 4 ટેબલસ્પૂન ઘી કે તેલ
 • મીઠું સ્વાદ અનુસાર
 • દૂધ કે પાણી , જરૂરિયાત ને અનુસાર

વિધિ:ઓવન ને 190 ડિગ્રી સેલ્શિયસ પર પ્રિહીટ કરો. હવે ઘઉં નો લોટ લો. એમાં રવા , બેકિંગ સોડા , ઘી કે તેલ નાખો. જો તમે ચૂરમાં બનાવવા માટે બાટી બનાવતા હોઉં તો તેમાં મીઠું ન નાખો.
બધી સામગ્રી ને સારી રીતે હાથે થી સારી રીતે ભેળવો.થોડું થોડું કરી ને દૂધ નાખો. અને સખત લોટ ગૂંથી લો.આ લોટ પરોઠા ના લોટ થી સખત હોવો જોઈએ. એને 10 મિનિટ સુધી સેટ થવા દો.  લોટ ને  અલગ અલગ નાનાં ગોળ આકાર માં બનાવી દો. દરેક ગોળ ને વારે વારે હથેળીઓ વચ્ચે દબાઓ અને બેકિંગ ટ્રે પર રાખી દો.

બેકિંગ ટ્રે ને પહેલે થી ગરમ ઓવન માં રાખો અને પકાવવા દો. જ્યારે નીચે થી  ભૂરા રંગ નું થવા લાગે ત્યારે એને બહાર કાઢી લો. દરેક બાટી ને પલટાવી અને 12-15 મિનિટ સુધી ફરી રાખો. સોનેરી ભૂરા રંગ ની થાય ત્યાં સુધી પકાવવા દો અને પછી એને ઓવન ની બહાર કાઢો.એક નાની કટોરી માં ઘી લો. દરેક બાટી ને ઘી માં ડૂબાવી અને થાળી માં રાખો. બાટી ને ઘી માં ડૂબાવવા ને બદલે બ્રશ થી તેના પર ઘી લગાવી શકો છો.

બાટી તોડી અને એના પર થોડું ઘી નાખો અને તેમાં પંચમેલ દાળ અને રાજસ્થાની ચૂરમાં ,લસણ ની ચટણી અને પાપડ સાથે પીરસો.

સુજાવ અને વિવિધતા

બાટી ને ગેસ તંદુર માં કેવી રીતે પકાવીગેસ તંદુર ને ગરમ કરો. તંદુર ની ગ્રીલ પર કાચી બાટી રાખો . 20-25 મિનિટ ની આસપાસ મધ્યમ આંચ પર પકાઓ. બંને તરફ સારી રીતે પકાવવા માટે વચ્ચે બાટી ને એક વખત પલટો.

ઓવમ કે તંદુર વિના કેવી રીતે બાટી બનાવો.બાટી ને મધ્યમ ઓછી આંચ પર આછા સોનેરી ભૂરા રંગ નું થવા સુધી થાય ત્યાં સુધી તળો. કારણકે બાટી જાડી હોય છે. એટલે એને અંદર થી પકાવવા માં સમય લાગે. એટલે એને માધ્યમ આંચ પર જ પકાઓ.

જો બની શકે તો કુરકુરી બાટી બનાવવા માટે લોટ બાંધતી વખતે તેલ ની બદલે ઘી નો ઉપયોગ કરો. અને ઘી ની માત્રા ઓછી ન કરો.

સ્વાદ – બહાર થી કુરકુરી અને અંદર થી નરમ.પરોસવા ની રીત
બાટી ના નાના નાના ટુકડાઓ કરો અને એના પર થોડું ઘી અને પાંચ દાળ નાખી અને એક પૌષ્ટિક ભોજન ના રૂપે ચૂરમા સાથે પરોસો.

Author: GujjuRocks Team

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ