Daksh Chaudhary Arrested : ભારતમાં લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને આ વખતે ઘણા મોટા ઉલટફેર પણ જોવા મળ્યા, જો કે ભારતીય જનતા પાર્ટી આ વર્ષે પણ સાશનમાં જોવા મળશે, પરંતુ એમને પણ અપેક્ષા પ્રમાણે પરિણામ ના મળ્યા. ખાસ કરીને અપસેટ ત્યારે સર્જાયો જયારે જ્યાં રામ મંદિર બન્યું છે ત્યાં અયોધ્યામાં જ ભાજપને હારનો સામનો કરવો પડ્યો, ત્યારે આ હારથી એક વક્તિ ખુબ જ નારાજ થયો અને વીડિયો શેર કરીને અયોધ્યાના હિંદુઓને ગાળો પણ બોલવા લાગ્યો.
આ વ્યક્તિનું નામ હતું દક્ષ ચૌધરી. જેની હાલ પોલીસે ધરપકડ કરી લીધી છે. દક્ષ ચૌધરી સાથે અન્નુ ચૌધરી નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. બંનેએ બનાવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ‘રામને ઘરે પાછા લાવશે’ એવી પાર્ટીને વોટ ન આપવા બદલ અપશબ્દો બોલતા સાંભળી શકાય છે. બંને ‘હિંદુ રક્ષા દળ’ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. દક્ષ ચૌધરી પર કોંગ્રેસના કન્હૈયા કુમારને થપ્પડ મારવાનો આરોપ હતો.
વીડિયોમાં ચૌધરી અયોધ્યાના લોકોને બીજેપી વિરુદ્ધ વોટ આપવા બદલ અપશબ્દો બોલતા સાંભળી શકાય છે. આ વીડિયોમાં કારમાં બેઠેલો તેનો સાથી પણ લોકો સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે. પોલીસે બંને સામે કાર્યવાહી કરી છે અને IPCની કલમ 295A અને 504 હેઠળ કેસ નોંધ્યો છે. વીડિયોમાં તે કહે છે કે “તમે લોકોએ જેનું ખાધું તેને જ હરાવી દીધા. તમારા માટે દેશ અને ધર્મ કરતાં જાતિવાદ વધુ મહત્વનો બની ગયો. જે પાર્ટીએ લાખો કાર સેવકો પર ગોળીબાર કર્યો તે પાર્ટીને તમે જીતાડ્યા અને જે પાર્ટીએ શ્રી રામને ઘરે પરત લાવ્યા તેમણે તમે હરાવ્યા.”
Instagram पर यह पोस्ट देखें
આ પહેલા દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારને થપ્પડ મારવા બદલ દક્ષ ચૌધરીની અટકાયત કરવામાં આવી હતી. કન્હૈયાની રોડ માર્ચ દરમિયાન દક્ષ અને તેના સાથીઓએ કન્હૈયા પર હુમલો કર્યો હતો. કન્હૈયા પોતાને ધર્મનો રક્ષક ગણાવે છે અને કહે છે કે તે હિન્દુઓ માટે જેલમાં જાય છે.
दिनांक 06.06.24 को सोशल मीडिया के माध्यम से वायरल हो रही एक वीडियो प्राप्त हुई जिसमे मतदाताओ की धार्मिक भावनाओ को आहत करने की नीयत से अभद्र टिप्पणी की गई है । ….1/2@Uppolice pic.twitter.com/GIyEIqnYNc
— DCP TRANS HINDON COMMISSIONERATE GHAZIABAD (@DCPTHindonGZB) June 6, 2024