લેખકની કલમે

ડાકોર ની કહાની: ડાકોર રણછોડ મહારાજની એક વિશેષતા છે જ્યાં બધા જ ધર્મોના લોકો દર્શન માટે આવે છે. ભગવાનના દર્શન અને તેમના ચરણ સ્પર્શથી મનને શાંતિ મળતી હોય છે.

ડાકોર ની કહાની..રણછોડરાય મહારાજ, જય રણછોડ માખણ ચોર જ્યાં જય રણછોડ માખણ ચોર ની ગુંજ ચારેબાજુ વાગતી હોય છે.

ડાકોર ગુજરાત નુ પ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થ છે. જ્યાં રણછોડજી ભગવાન બિરાજમાન છે. જૈન આણંદ થી લગભગ ૩૦ કિલોમીટર દૂર છે.

ડાકોર રણછોડ મહારાજની એક વિશેષતા છે જ્યાં બધા જ ધર્મોના લોકો દર્શન માટે આવે છે. ભગવાનના દર્શન અને તેમના ચરણ સ્પર્શથી મનને શાંતિ મળતી હોય છે.

એવું કહેવામાં આવે છે કે ડાકોરમાં રણછોડરાય ની મુતિૅ દ્વારકામાંથી લાવવામાં આવી હતી. આ મૂર્તિને ડાકોરમાં લાવવામાં આવેલી કથા પણ ખુબ જ અલૌકિક છે. ડાકોરમાં એક રાજપૂત હતા બાજે સિંહ. તે ભગવાન રણછોડરાયના બહુ મોટો ભક્ત હતો. તે પોતાના હાથ પર તુલસીનો છોડ ઉડાડતો હતો. તે વર્ષમાં બે વાર દ્વારકામાં જઈને તે તુલસી અર્પણ કરતો હતો. વર્ષો સુધી તે આવું કરતો રહ્યો.

વષૅો પછી તે વૃદ્ધ થવા માંડ્યો. અને ચાલવામાં અસમર્થ થવા લાગ્યો. તેવામાં એક દિવસ ભગવાને તેને સપનામાં દર્શન આપ્યા. ભગવાને કહ્યું હવે તારે દ્વારકા આવવાની જરૂર નથી તુ દ્વારકાની મૂર્તિને ડાકોરમાં સ્થાપિત કર.

બાજેસિંહ ને ભગવાનના કહ્યા મુજબ રાત્રે દ્વારકાના મંદિરના ગર્ભગૃહમાં જઈને પ્રવેશ કર્યો અને ભગવાનની મૂર્તિ ત્યાંથી ચોરી કરી.

સવારે જ્યારે બધાને મંદિરના દરવાજો ખોલે ત્યારે ખબર પડી કે ભગવાનની મૂર્તિ ગાયબ થઈ ગઈ છે. અને બધા મૂર્તિની શોધખોળમાં લાગી ગયા ત્યારે તેમને ખબર પડી કે ભાજે સિંહ ભગવાનની મૂર્તિને ગોમતી તળાવમાં છુપાવી દીધી છે.

જ્યારે દ્વારકાના બ્રાહ્મણોને ખબર પડી કે બાજે સી મૂતિ ગોમતી તળાવમાં છુપાવી છે તેને શોધવા માટે તે લોકો ફરી વળ્યા અને શોધતા-શોધતા ભલા ની અણી મૂર્તિને વાગી ગઈ.આ નિશાન હજુ પણ છે..

બ્રાહ્મણો મૂર્તિ આપવા માટે માની ગયા પરંતુ તેમણે એક શરત મૂકી કે મૂર્તિના વજનનો સોનું તમારે આપવાનો રહેશે. બાજેશ્રી ખૂબ જ ગરીબ હતો. તેના પાસે એટલું સોનું ન હતું. ભગવાનના ચમત્કારથી મૂર્તિ એટલી હલકી થઈ ગઈ કે બાજેસી ના પત્નીના નથ જેટલુ મૂર્તિનુ વજન થઈ ગયું. અંતે બ્રહ્મણો નિરાશ થઈને દ્વારકા ચાલ્યા ગયા. ભગવાને બ્રાહ્મણ અને સપનામાં આવીને કહ્યું કે તેવી જ મૂર્તિ તમે દ્વારકામાં સ્થાપિત કરો. જય રણછોડ🙏🙏

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks