બૉલીવુડ અભિનેત્રી ડેઝી શાહે સલમાન ખાન સાથે ફિલ્મ “જય હો” દ્વારા ડેબ્યુ કર્યું હતું. ડેઝીને પહેલી જ ફિલ્મમાં મોટી સફળતા મળી ગઈ હતી. ફિલ્મોમાં આવવું ડેઝી માટે સહેલું ન હતું, અહીંયા સુધી પહોંચવા માટે ડેઝીને ખુબ મહેનત કરવી પડી હતી. ખુબ ઓછા લોકો જાણતા હશે કે ડેઝી ફિલ્મોમાં બેક ડાન્સર સ્વરૂપે પણ કામ કરી ચુકી છે. ફિલ્મ તેરે નામના એક ગીતમાં ડેઝી સલમાન ખાનની પાછળ ડાન્સ કરતી જોવા મળી હતી.આજે ડેઝી પોતાના દમ પર કરોડોની માલિક બની ચુકી છે.
View this post on Instagram
ડેઝી સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક તસવીરો શેર કરતી રહે છે. એવામાં ડેઝીએ પોતાના વેકેશનની થ્રોબેક તસવીરો શેર કરી છે જેમાં તે સમુદ્રની લહેરોનો આનંદ માણતી દેખાઈ રહી છે.તસ્વીરોમાં ડેઝી બ્લેક મોનોકોની પહેરીને સમુદ્રની લહેરો વચ્ચે છુપાઈને પોઝ આપી રહી છે. આ આઉટફિટ સાથે ડેઝીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને બ્લેક સનગ્લાસ પણ પહેરી રાખ્યા છે.
View this post on Instagram
તસવીરો પરથી લાગી રહ્યું છે કે ડેઝીએ વેકેશનનો ભરપૂર આનંદ માણ્યો હતો અને તે ફૂલ મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે.તસવીરો શેર કરીને ડેઝીએ સુંદર કેપ્શન પણ લખ્યું હતું. ડેઝીની આ લાજવાબ તસવીરો ચાહકોએ ખુબ પસંદ કરી હતી અને તેને બ્યુટીફૂલ, સો હોટ, ગોર્જીયસ વગેરે જેવી કેમન્ટ્સ પણ કરી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે 25 ઓગસ્ટ 1984ના રોજ ગુજરાતી પરિવારમાં ડેઝીનો જન્મ થયો હતો. ડેઝીએ કારકિર્દીની શરૂઆત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યની સાથે અસિસ્ટેન્ટના સ્વરૂપે કરી હતી. આજે ડેઝી કરોડોની સંપતિ એકત્રિત કરી ચુકી છે.મળેલી જાણકારીના આધારે ડેઝીની કુલ સંપત્તિ 185 કરોડ આસપાસ છે.
View this post on Instagram
ફિલ્મોના સિવાય ડેઝી ડાન્સિંગ દ્વારા પણ સારી એવી કમાણી કરે છે. આ સિવાય તે મોડેલિંગ, જાહેરાતો દ્વારા પણ પૈસા કમાઈ લે છે. ડેઝી એક ફિલ્મમાં કામ કરવા માટે 3 કરોડ જેટલી ફી લે છે.ડેઝીનો મુંબઈમાં પોતાનો શાનદાર ફ્લેટ પણ છે અને તે રેન્જ રોવર ગાડીની માલિક પણ છે. આ સિવાય તેની પાસે મર્સીડીઝ બેન્ઝ પણ છે જે તેને સલમાન ખાને ભેંટમાં આપી હતી.ડેઝી હેટ સ્ટોરી-3 અને રેસ-3માં પણ શાનદાર અભિનય કરી ચુકી છે. વર્ષ 2011માં ડેઝી કન્નડ ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય તે સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.