ઇન્ટરવ્યૂ આપવા ગયેલો દીકરો મૃત હાલતમાં મળી આવ્યો હતો…!!! માતા બસ એક જ અફસોસ કરી રહી છે કે

દીકરાની મૃત્યુની ખબર સાંભળતા જ માતાની ચીસો નીકળી ગઈ, માતાએ કહ્યું, ‘ કાશ કોઇને લેવા મોકલ્યો હોત તો દીકરો…’ જુઓ CCTV વીડિયો

અકસ્માતની ઘણી ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઇ જતી હોય છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા દાહોદ રેલવે સ્ટેશન ઉપર ચાલુ ટ્રેનમાં ઉતરવા માટે જઈ રહેલા યુવકનો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો, જેમાં યુવકનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત 24 સપ્ટેમ્બરના રોજ દાહોદ રેલવે સ્ટેશન ઉપર એક હચમચાવી દેનારી ઘટના બની. જેમાં એક યુવક ચાલુ ટ્રેને ઉતરવા જતા નીચે પટકાયો હતો અને ટ્રેન નીચે આવી જતા તેના ટુકડે ટુકડા થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી અનુસાર આ દુર્ઘટના વહેલી સવારે સર્જાઈ હતી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 ખાતે હરિદ્વાર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી એક યુવક ઉતાવળમાં 60ની સ્પીડે જઈ રહેલી ટ્રેનમાંથી ઉતરવા જતા તેનું કમકમાટી ભરેલું મોત નીપજ્યું હતું. જેના દૃશ્યો સીસીટીવીમાં પણ કેદ થઇ ગયા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર હરિદ્વાર-બાંદ્રા ટ્રેન પ્લેટફોર્મ નંબર-2 પર આવી હતી. ટ્રેન હજુ ઊભી રહી ન હતી ત્યારે તેમાં સવાર એક યુવકે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેનની ઝડપ વધારે હોવાથી યુવક ફંગોળાઈને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડી ગયો હતો અને તેના શરીર પરથી ટ્રેન પસાર થઈ ગઈ હતી.

પોલીસ તપાસમાં મૃતક યુવકનું નામ ગાવલ શર્મા હોવાનું સામે આવ્યું છે.  ગાલવ નોકરી માટે નોઇડાથી ઇન્ટરવ્યુ આપીને હરિદ્વાર-બાન્દ્રા સ્પે. એક્સપ્રેસથી રતલામ જઇ રહ્યો હતો. આ દરમિયાન ગાલવને ઉંઘ આવતી હોવાથી તે ત્યાં ઉતર્યો ન હતો. જેથી દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 2થી પસાર થતી વખતે 60ની સ્પીડે દોડતી ટ્રેનમાંથી ઉતરવાના પ્રયાસમાં ગાલવે સંતુલન ગુમાવતા પોતાનો જીવ ખોયો હતો.

Niraj Patel