દાહોદના કાળિડેમ ખાતે ફરવા માટે ગયેલા એક વિધાર્થીનો પગ લપસ્યો અને બાકીના 3 મિત્રોને પણ સાથે ખેંચી ગયો, 1 મિત્રનું થયું મોત

દાહોદની એન્જીયરીંગ કોલેજના 6 વિધાર્થીઓ કાળિડેમ ફરવા માટે ગયા અને થયા દુઃખદ મૃત્યુ- જાણો વિગત

ગુજરાતમાં અકસ્માતની ઘણી ઘટનાઓ છેલ્લા થોડા સમયથી સામે આવી રહી છે, માર્ગ અકસ્માત ઉપરાંત નદી અને કેનાલમાં ડૂબી જવાના કારણે પણ ઘણા લોકોના મોત નિપજતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના દાહોદમાંથી સામે આવી છે, જ્યાં કાળિડેમ ખાતે ફરવા માટે ગયેલા 4 વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબી ગયા હતા.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર દાહોદની સરકારી એન્જીન્યરીંગ કોલેજમાં અભ્યાસ કરી રહેલા છ વિધાર્થીઓ કાળિડેમ ફરવા માટે ગયા હતા. જ્યાં ચાર મિત્રો ડેમના કિનારા પાસે બેઠા હતા અને તે દરમિયાન જ એક મિત્રનો પગ લપસી જવાના કારણે બાકીના ત્રણ મિત્રો પણ તેની સાથે ખેંચાઈ ગગાયા હતા અને પાણીમાં ડૂબી ગયા હતા.

આ ઘટનાને પગલે આસપાસ રહેલા લોકો પણ તેમને બચાવવા માટે દોડી આવ્યા હતા.જેમાંથી ત્રણ વિધાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ એક વિધાર્થી બચી શક્યો નહીં અને તેનું મોત નીપજ્યું હતું. ત્યારે અન્ય ત્રણ મિત્રોને પાણીમાંથી બહાર કાઢીને દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મૃતક યુવકનું નામ છાયંક નલવાયા છે. તે દાહોદની જ શ્યામલ સોસાયટીમાં રહેતો હતો અને સરકારી ઇજનેર કોલેજમાં  બીઈ કોમ્પ્યુટરનો અભ્યાસ કરતો હતો. છાયંક અને તેના મિત્રોએ કાળિડેમ ખાતે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો, 6 મિત્રો કાળિડેમ ખાતે ફરવા માટે ગયા હતા, જ્યાં આ દુર્ઘટના બની.

Niraj Patel