દાહોદમાં પ્રેમિકાએ મેસેજ કરી અને પ્રેમીને મળવા માટે બોલાવ્યો, પછી જે થયું તે જાણીને હચમચી ઉઠશો

દાહોદમાં પ્રેમિકાએ મેસેજ કર્યો કે પ્લીઝ મને મળવા આવને, પછી પ્રેમિકાનો બાપ અને ભાઈએ મળીને પ્રેમી સાથે જે કર્યું એ જાણીનીએ આત્મા કંપી જશે

આજનો યુવા વર્ગ પોતાના પ્રેમ ઉપર  આંખો બંધ કરીને વિશ્વાસ કરતો  હોય છે, ઘણા  પ્રેમીઓ તો પોતાના પ્રિયજન માટે આગના દરિયામાં પણ કૂદવા માટે તૈયાર બેઠા હોય છે, પરંતુ જયારે તેમને આ આંધળા પ્રેમમાં દગો મળો ત્યારે તેમને હકીકતનું ભાન થતું હોય છે, ઘણીવાર તો એટલું મોડું પણ થઇ જાય છે કે પાછા ફરવાનો સમય જ નથી મળતો, આવું જ કંઈક હાલ દાહોદમાં થયેલું જોવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના મારગાળા ગામના 22 વર્ષીય પ્રેમી સંજય બારીયાને સાગડાપાડા ગામની તેની પ્રેમિકા શિવાનીએ મોબાઈલ પર મેસેજ કરી મળવા બોલાવ્યો હતો. આથી તે ઘરેથી બાઇક લઈને તેના કુટુંબી ભાઈ મેહુલ સાથે પ્રેમિકા યુવતીને મળવા માટે સાગડાપાડા ગયો હતો.

બંને પ્રેમી પંખીડાઓ સાંજે મોડા સુધી એક જગ્યાએ બેઠા અને જેના બાદ સંજય શિવાનીને તેના ઘર પાસે મુકવા માટે ગયો હતો. બીજી તરફ દીકરી રાત થવા છતા ઘરે પરત ન ફરતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. તેમજ યુવતીના પિતા તથા ભાઇ રસ્તામાં જ વોચ ગોઠવીને ઉભા રહી ગયા હતા.  આ દરમિયાન સાગડાપાડા ગામે પુલ પાસે આવતા શિવાનીના પિતા દિનેશભાઇ ફુલજીભાઇ ચરપોટ તથા ભાઇ શિવરાજ બન્ને જણા હાથમાં લાકડી લઇને ત્યાં જ ઉભા હતા અને શિવાનીના પિતાએ સંજયના માથામાં લાકડી મારતાં મોટર સાયકલ ઉપર સવાર સંજય, મેહુલ તથા શિવાની ત્રણેય જણા પડી ગયા હતા.

આ ત્રણેય નીચે પડ્યા બાદ દિનેશ ચરપોટ તથા શિવરાજ ચરપોટે સંજય તથા મેહુલને માથામાં તથા શરરે લાકડીઓના આડેધડ ફટકારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. બંનેને લાકડીઓ વડે માર મારતાં માથામાં ગંભીર જીવલેણ ઇજાઓ થતાં ગભરાયેલા હુમલાખોર પિતા-પુત્રએ કારમાં બેસાડી દવાખાને લઇ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાંના તબીબે સારવાર કરવાની ના પાડતા દાહોદ ખાનગી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યારે સારવાર દરમિયાન ગંભીર ઇજા પામેલા 22 વર્ષીય સંજય રમસુભાઇ બારીયાનું મોત નીપજયુ હતુ. આ બનાવ અંગે મૃતક સંજયના પિતા રમસુભાઈ કિકલા ભાઈ બારીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સાગડાપાડા ઉભા પણ ફળિયાના રહેવાસી દિનેશભાઈ ફુલજીભાઇ ચરપોટ તથા શિવરાજ દિનેશભાઈ ચરપોટની વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ આરોપીને સજા મળે તેવી માંગ પણ કરી હતી.

Niraj Patel