દાહોદમાં બહેન તેના પ્રેમી સાથે કરી રહી હતી ઈલુઈલુ, અચાનક આવી ગયો ભાઈ, પછી બહેને જે કર્યું તે કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય

દાહોદમાં યુવતી પ્રેમી સાથે ન કરવાનું કહી રહી હતી ત્યાં જ અચાનક ભાઈ જોઇ ગયો, પછી તો જે થયું તે…..

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી હત્યાના ઘણા બધા બનાવી સામે આવી રહ્યા છે, ઘણા લોકો અનાગત અદાવતમાં એક  બીજાની હત્યા કરી નાખતા હોય છે તો કેટલાક કિસ્સાઓમાં પ્રેમ પ્રસંગોમાં કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે. હાલ એવી જ એક ઘટના દાહોદમાંથી સામે આવી રહી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદમાં આવેલા ખરોદા ગામમાં બહેને જ પોતાના ભાઈને તેના પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં પણ ચકચારી મચી ગઈ હતી. પરિવારને આ મામલાની જાણ થતા જ તેમને દીકરી અને તેના પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મોટીખરજ ગામના રહેતા વિજય બારિયાને ખરોદા ગામે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધો હતો, જેના કારણે ગત 7 જાન્યુઆરીના રોજ યુવતી અને તેનો પ્રેમી બંને ખરોદા ગામે મળ્યા હતા. જેની જાણ યુવતીના ભાઈ રાહુલને થઇ ગઈ હતી. રાહુલ આ બંનેને જોઈ ગયો હતો જેની ખબર યુવતી અને તેના પ્રેમીને પણ પડી ગઈ.

જેના બાદ યુવતી અને તેનો પ્રેમી રાહુલને મળવા માટે ગયા અને ત્યારે જ યુવતીએ તેના ભાઈને એક પછી એક લાકડીના ફટકા મારી અને લોહીલુહાણ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેના બાદ રાહુલની લાશને રોડથી થોડે દૂર ફેંકી અને પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, હત્યામાં વાપરમા આવેલી લાકડીને તેમને દૂર ફેંકી દીધી હતી. આ મામલામાં પોલીસ તપાસ કરતા રાહુલની હત્યા તેની જ બહેન અને પ્રેમીએ મળીને કરી હોવાનું સામે આવતા રાહુલના પરિવારજનોએ તે બંને વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલામાં તાત્કાલિક યુવતીની ધરપકડ કરી લીધી હતી, પરંતુ તેનો પ્રેમી વિજય બારીયા ફરાર થઇ ગયા હતા.

Niraj Patel