રસોઈ

બહારની ખરાબ ગુણવત્તા વાળી દહીંપૂરી છોડો, આજે ઘરે બનાવો દહીંપૂરી, બધા આંગળા ચાટતા રહી જશે – રેસિપી નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ

કદાચ એવું તો કોઈક જ હશે જેઓને ચાટ પસંદ ના હોય. દહીંપુરી આ ભારતીય ચાટ માની જ એક છે. આ ચાટ માં પાણીપુરી ની પુરી નો ઉપીયોગ કરવામાં આવે છે. આ કરારી પૂર માં બાફેલા બટેટા અને ડુંગળી ભરવામાં આવે છે અને ઉપરથી તીખી ચટણી,ખાટી-મીઠી ચટણી, ચટપટી ચટણી, દહીં અને સેવ નાખવામાં આવે છે. આ પાર્ટીમાં પીરસવા માટે એકદમ બેસ્ટ નાશ્તો છે કેમ કે તેને વધારે માત્રામાં આસાનીથી તૈયાર કરી શકાય છે અને તે મહેમાનો ને પણ ખુબ પસંદ આવે છે.

Image Source

પહેલાની તૈયારીઓ નો સમય-20 મિનિટ, બનાવાનો સમય-20 મિનિટ, કેટલા લોકો માટે-1

સામગ્રી- 8 પુરી(પાણીપુરી ની પુરી), દોઢ કપ બાફેલા બટેટા નો માવો, 1/4 કપ સુધારેલી એક ડુંગળી,2½ ટેબલસ્પૂન ખજૂર આમલી ની ચટણી, 2½ ટેબલસ્પૂન લીલી ચટણી, 1 ચમચી લસણ ની ચટણી,1/2 કપ દહીં,1/4 કપ સેવ, લીલા ધાણા..

બનાવાની રીત:

  • મીઠી ચટણી,લીલી ચટણી અને લસણ ની ચટણી તેની રેસિપી ના અનુસાર બનાવી લો. 1 ચમચી લસણ ની ચટણી ને પાણીની સાથે મિક્ષ કરી લો.
  • પાણીપુરી ની પુરી માં ઉપર ના તરફ હાથ ની મદદથી કાણું કરી લો અને તેને પ્લેટ માં મુકો.
  • દરેક પુરી માં 1 ચમચી બટેટાનો માવો અને ડુંગળી ને ભરો.
  • દરેક પુરી પર 1/2ચમચી ખજૂર આલમી ની ચટણી નાખો.
  • દરેક પુરી માં ઉપર 1/2 ચમચી લીલી ચટણી નાખો.
  • અને પછી 1/4 ચમચી લસણ ની ચટણી નાખો.
  • અને અંતે દરેક પુરી ની ઉપર 1 ચમચી દહીં નાખો.
  • -હવે ઉપરથી સેવ છાંટો અને લીલા ધાણા થી ગાર્નિશ કરો. તમારી દહીં પુરી ચાટ હવે પીરસવા માટે એકદમ તૈયાર છે.  તેને બનાવ્યા પછી તરતજ પીરસો નહિ તો અમુક જ મિનિટ માં આ કરારી પુરી નરમ બનવા લાગશે.

Author: GujjuRocks Team (વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks