રસોઈ

સાંજના નાસ્તા માટે બનાવો દહીં-રવા સેન્ડવીચ, જાણો તેની રેસિપી

મોટાભાગે સવારના કે સાંજના નાસ્તામાં અમુક હલકી અને ટેસ્ટી વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય છે, અને એવું પણ વિચારતા હોઈએ છીએ કે સવારનો નાસ્તો શરીરની તંદુરસ્તી માટે પરફેક્ટ હોય. મોટાભાગે લોકોની એવી જ કોશિશ હોય છે કે સવારનો કે સાંજનો નાસ્તો સહેલાઈથી અને ઓછા સમયમાં બની જાય.

Image Source

પણ એ સમજણમાં જ નથી આવતું કે આખરે નાસ્તામાં શું બનાવવું?
એવામાં આજે અમે તમારા માટે નાસ્તાની એવી સરળ રેસિપી લઈને આવ્યા છીએ જેને તમે માત્ર 15 મિનિટમાં જ બનાવી શકશો, જેને તમે સવાર કે સાંજના નાસ્તા માટે બનાવી શકશો.

Image Source

આજે અમે તમને દહીં-રવાની સેન્ડવીચ બનાવવાની રેસિપી વિશે જણાવીશું. દહીં-રવાની સેન્ડવીચ ખુબ જ ટેસ્ટી લાગે છે અને તે બાળકોને પણ ખુબ પસંદ આવે છે. આવો તો તમને જણાવીએ આ ટેસ્ટી સેન્ડવીચ બનાવવાની રેસિપી.

દહીં-રવા સેન્ડવીચ બનાવવા માટે જરૂરી સામગ્રી:

Image Source
  • બ્રેડ-6 પીસ
  • વો-1 કપ
  • દહીં-1 કપ
  • લાલ મરચા-2
  • આદુની પેસ્ટ-1 ચમચી
  • તેલ-એક ચમચી
  • નિમક(મીઠું)-સ્વાદ પ્રમાણે

સેન્ડવીચ બનાવવાની રેસિપી:
દહીં-રવા સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલા લાલ મરચાને કાપી લો. લીલા ધાણાને પણ નાના ટુકડામાં કાપી લો. હવે એક વાટકામાં રવો અને દહીં લો અને તેને સારી રીતે મિક્સ કરી લો, અને તેને દસ મિનિટ સુધી ઢાંકીને મૂકી દો.

Image Source

દસ મિનિટ પછી મિશ્રણમાં લીલા ધાણા, આદુની પેસ્ટ અને નિમક નાખો અને તેને સારી રીતે મિક્સ કરી લો. તમે આ મિશ્રણમાં ડુંગળી અને ટમેટાને નાના ટુકડામાં કાપીને પણ મિક્સ કરી શકો છો.
હવે ચાકુની મદદથી બ્રેડને કાપીને ત્રિકોણાકાર બનાવી લો. હવે એક બ્રેડમાં રવા-દહીંનું મિશ્રણ લગાવો અને બીજી બ્રેડ તેના પર મુકો.

Image Source

જેના પછી ગેસ પર મધ્યમ આંચ પર કડાઈ ગરમ કરવા મુકો, તેમાં તેલ નાખો અને આ બ્રેડને તેમાં બંન્ને બાજુ સાંતળો. તૈયાર છે તમારી ટેસ્ટી દહીં-રવા સેન્ડવીચ. હવે તેને પ્લેટમાં કાઢીને સૉસ, લીલી ચટણી કે તમારી પસંદગીના આધારે અન્ય કોઈપણ ચટણી સાથે તેને ગરમાગરમ પીરસો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.