રસોઈ

મજેદાર ચટપટું ને સ્વાદિષ્ટ ફૂડ એટલે ‘ દહી-પૂરી’ બનાવો હવે તમારા ઘરે…!! એક વખત ખાધા બાદ વારંવાર ખાવાનું મન થાય, જાણો શું છે તેની રેસિપી

દહી પૂરી એ સૌથી વધુ પસંદ કરેલ સ્ટ્રીટ ફૂડ છે. જો તમારા ઘરે આ મજેદાર ચટપટું ને સ્વાદિષ્ટ ફૂડ બધાને પસંદ હોય તો હવે ઘરે જ બનાવો. ઘરે જ મળી જાય આવું ટેસ્ટી ફૂડ તો ભલા કોઈ બહાર લારી લારી પર કેમ ખાશે ? તો નોંધી લો રેસીપી.

સામગ્રી

 • 25, પનીપૂરી,
 • 4 , બાફીને છીણેલા બટાકા,
 • 2 ડુંગળી બારીક સમારેલી.
 • 1 કપ, દહી,
 • 2 ચમચી ચાટ મસાલા,

ચટણી મીઠી બનાવવા માટે –

 • 50 ગ્રામ, ખજૂર.
 • 50 ગ્રામ આમલી,
 • 50 ગ્રામ ગોળ,
 • અડધા ચમચી લાલ મરચું પાવડ,
 • સ્વાદ મુજબ મીઠું,

લીલી ચટણી માટે

 • 50 ગ્રામ ધાણાના પાંદડા
 • 50 ગ્રામ ફૂદીનાના પાંદડા,
 • 5 લીલા મરચાં,
 • 2 ચમચી લીંબુનો રસ,
 • 3 લવિંગ
 • સ્વાદ મુજબ મીઠું,
 • રીત –

મીઠી ચટણી બનાવવા માટે ખજૂર અને આંબલીને તેના બી કાઢીને થોડીવાર માટે પાણીમાં પલાળીને રાખો.

થોડીવારા પછી તેને પાણીમાથી કાઢીને બીજી સામગ્રી મિક્સ કરીને મિક્સરમાં પીસી લો.
ચટણીમાં જરૂર મુજબ પાણી એડ કરો ને ધ્યાન રાખો કે તે વધારે ઘાટી ને વધારે પાતળી ના બની જાય. જો તમારે ચટણી વધારે ગળી બનાવવી હોય તો થોડો ગોળ એડ કરો.

ગ્રીન ચટણી બનાવવા માટે બધી જ આપેલ સામગ્રીને ગ્રાઈન્ડ કરો. અને ચટણીમાં જરૂર મુજબનું પાણી નાખી હલાવી નાખો.

હવે પાનીપૂરીને ઉપરથી ફોડી નાખો. અને એક પ્લેટ લો ને તેમાં બધી પાણીપૂરી ગોઠવી દો.
તેમાં જરૂર મુજબ બટાકા,સમારેલી ડુંગળી અને દહીં ઉમેરો.પછી ટેસ્ટ અનુસાર મીઠું અને લીલું ચટણી ઉમેરો અને પછી સેવ અને ચાટ મસાલો નાખી સર્વ કરો.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ