જન્માષ્ટમી ઉપર મટકી ફોડવા માટે ગયા, એક બે નહિ પરંતુ 23-23 માર્યા ફટકા તોય ના તૂટી મટકી, હવે આખું ગામ મટકી બનાવનાર ને શોધે છે? જુઓ વીડિયો

દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો થયા. વિદેશોમાં પણ આ દિવસ ખુબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, ત્યારે ઇન્ટરનેટ ઉપર મટકી ફોડના ઘણા બધા વીડિયો પણ સામે આવતા હોય છે, ત્યારે હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો હસવા માટે મજબુર થઇ ગયા, કારણ કે અઢળક પ્રયાસો કરવા છતાં પણ મટકી ના ફૂટી.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ માનવ પિરામિડ ઉપર ચઢીને ઘડાને તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ જ્યારે આ વ્યક્તિથી મટકી ના ફૂટી ત્યારે બીજી વ્યક્તિ તેની મદદ માટે આગળ આવ્યો અને પછી જે થયું તે જોઈને તમે પણ વિશ્વાસ નહીં કરી શકો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો મહારાષ્ટ્રના એક જિલ્લાનો છે.

દહીહાંડીનો જબરદસ્ત કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આ દરમિયાન પિરામિડ બનાવીને ઉપર લટકેલી મટકીને તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ સતત 23 વખત મટકીને તોડવાનો પ્રયાસ કરવા છતાં તે ફૂટ્યું નહિ. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગોવિંદા બનેલા એક છોકરાએ હાંડી તોડવા માટે તમામ તાકાત લગાવી દીધી પરંતુ ઘણી મહેનત પછી પણ તે તોડી શક્યો નહીં. આ પછી, અન્ય યુવક પૂરા ઉત્સાહ સાથે ઉપર ચઢે છે અને માટલી તોડવાનો પ્રયાસ કરે છે. સતત 23 હુમલા બાદ પણ તે તેને તોડી શક્યો નહિ અને પછી નીચે આવી ગયો.

ઇન્ટરનેટ ઉપર આ વીડિયો વાયરલ થતા જ લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે, વાયરલ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આખું ગામ હવે મટકી બનાવનારને શોધી રહ્યું છે. અત્યાર સુધી હજારો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે અને ઘણા ફની રિએક્શન પણ આપી રહ્યા છે. આ વીડિયો ક્યારનો છે તેના વિશેની કોઈ પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું. ઘણા યુઝર્સ આ વીડિયો જૂનો હોવાનું પણ કહી રહ્યા છે.

Niraj Patel