ખબર મનોરંજન

લગ્નના 2 મહિના બાદ હનીમૂન મનાવવા ગયા બાહુબલી વિલન અને મિહિકા, તસ્વીર થઇ રહી છે વાયરલ

લગ્નના 2 મહિના બાદ હનીમૂન મનાવવા ગયા દગ્ગુબતી અને મિહિકા બજાજ, તસ્વીર થઇ રહી છે વાયરલ

બાહુબલીના ભલ્લાલ દેવ એટલે કે એક્ટર રાણા દગ્ગુબાતીએ આ વર્ષ ઓગસ્ટ મહિનામાં મિહિકા બજાજ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન લાઇમલાઇટમાં રહ્યા છે. બંનેના લગ્નની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. લગ્નના બંધનમાં બંધાઈ ગયા બાદ પહેલી વાર બંને ફરવા માટે બહાર નીકળ્યા છે. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rana Daggubati (@ranadaggubati) on

કોરોના કાળમાં રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજએ નજીકના લોકોની હાજરીમાં જ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની સોશીયલ મીડિયામાં ઘણી ચર્ચા થઇ હતી. લગ્નની તસ્વીરે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી હતી. હવે બંનેના હનીમૂનની તસ્વીર ધૂમ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by miheeka (@miheeka) on

રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજ હનીમૂન મનાવી રહ્યા છે. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં બેહદ ખુબસુરત અંદાજમાં બંને ક્વોલિટી સમય પસાર કરતા નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by miheeka (@miheeka) on

એક તસ્વીરમાં મિહિકા મોનોકોનીમાં જોવા મળી રહી છે. આ તસ્વીર શેર કરતા મિહિકાએ લખ્યું હતું કે, ફક્ત રાણા દગ્ગુબાતીને કારણે. તો રાણા માથા પર હૈટ લગાવેલા નજરે ચડે છે. બંનેએ જાહેર નથી કર્યું કે બંને ક્યાં ફરવા ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by miheeka (@miheeka) on

જણાવી દઈએ કે, રાણા દગ્ગુબાતી અને મિહિકાએ આ વર્ષના મે મહિનામાં સગાઈ કરી હતી. આ બાદ ઓગસ્ટમાં લગ્ન કર્યા હતા. આ લગ્નનું આયોજન પણ ઘણું શાનદાર રહ્યું હતું પરંતુ બહુ ઓછા લોકો હાજર રહ્યા હતા. બંનેના સગાઈ અને લગ્નની તસ્વીર ખુબ વાયરલ થઇ હતી. આ બાદ ફેન્સને હનીમૂનની તસ્વીરની પણ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.