ખબર

કોરોના વાયરસના કારણે ડેમજ થયું 10 વર્ષના બાળકનું નાનું આંતરડું, પિતાએ 200cm દાન આપીને બચાવ્યું જીવન

કોરોના વાયરસથી દુનિયાભરમાં લાખો લોકો પીડાઈ રહ્યા છે. આ વાયરસના પ્રભાવથી ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ત્યારે આ બધા વચ્ચે જે એક અલગ જ ખબર સામે આવી છે જેમાં કોરોના વાયરસના કારણે એક 10 વર્ષના બાળકનું લોહી ગંઠાઈ ગયું અને તેના કારણે તેનું નાનું આંતરડું પણ ડેમેજ થઇ ગયું હતું.

Image Source

કોરોના સંક્રમણના કારણે એક દુર્લભ સમસ્યાના કારણે 10 વર્ષના બાળકના નાના આંતરડામાં સડો થયો અને આંતરડું સંપૂર્ણ રીતે સડી ગયા બાદ બાળકના પિતા જ દાતા બન્યા અને પોતાના નાના આંતરડાનો 200 સેન્ટિમીટર ભાગ બાળકનામ ટ્રાન્સપ્લાન્ટ કર્યો. બાળકની હાલત હવે ઘણી જ સારી છે અને છેલ્લા ત્રણ મહિનામાં પહેલીવાર તેને દાળ-ભાત પણ ખાધા.

Image Source

આ બાળકનું નામ છે ઓમ ધુલે. જેની ઉંમર માત્ર 10 વર્ષની છે. જ્યુપિટર હોસ્પિટલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તે કોરોના સંક્રમણ બાદ લિવિંગ ડોનર સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું ટ્રાન્સપ્લાન્ટ કરવા વાળો દુનિયાનો પહેલો બાળક છે. 3 જ મહિનામાં બાળકની 4 વાર સર્જરી કરવામાં આવી છે. અને તેના માટે તેને 3 શહેરોના ચક્કર પણ લગાવવા પડ્યા હતા.

ઓગસ્ટ મહિનામાં ઓમને પેટમાં દુખાવો થયો, પરંતુ કોઈને તે વાતનો અંદાજો નહોતો કે કોરોના વાયરસના કારણે તેના નાના આંતરડામાં સડો થયો છે. તે પનવેલના એક નાના દવાખાનામાં ગયા ત્યાં તેમને જાણવા મળ્યું કે તેના આંતરડામાં સડો છે. ત્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારબાદ તેને થાણેના જ્યુપિટર હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો.

Image Source

અહીંયા તેનું ત્રીજી અને ચોથીવાર ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારબાદ તેને 4 નવેમ્બરના રોજ પુણેના જ્યુપિટર હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. ત્યાં તેનું પાંચમું ઓપરેશન થયું જે 10 કલાક સુધી ચાલ્યું. જેમાં તેના પિતાના આંતરડાના ભાગેને બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ડોકટરના જણાવ્યા અનુસાર ઓમ હવે સામાન્ય જીવન જીવવા લાગી ગયો છે.